પૈસાની લાલચે પરિણીતા પર ત્રાસ:ખંભાતની પરિણીતાને ત્રાસ આપતા સસરા, સાસુ અને નણંદના વિરુદ્ધમાં પોલાસ ફરિયાદ નોંધાવી

ખંભાત4 દિવસ પહેલા
  • પચીસ લાખની માંગણી ન સંતોષાતા સાસરીયા દ્વારા ત્રાસ અપાતો હતો

નારી તું નારાયણી અને નારી વંદનાની વાતો વચ્ચે દરરોજ નારીઓને કેટલી યાતનામાંથી પસાર થવું પડે છે. પોલીસ સ્ટેશનમાં નોંધાતા કિસ્સા જ બહાર આવે છે, પરંતુ સમાજના ડરથી પણ ચૂપચાપ સહન કરતી અનેક સ્ત્રીઓ છે. જ્યારે સહનશીલતાની હદ વટે ત્યારે પોલીસને શરણે જતી હોય છે.

ખંભાતમાં 25 વર્ષની પરિણીતાના પેટલાદ ખાતે રહેતા મકસુંદ સાથે જ્ઞાતિના રિવાજ લગ્ન મુજબ થયા હતા. લગ્ન બાદ અમદાવાદની સેલ.બી.હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી મળતા ત્યાં રહેવા ગયા હતા. તે દરમ્યાન પતિ કેનેડા ગયા હોય હું મારી સાસરી પેટલાડમાં થોડા સમય માટે ગઈ હતી. મારા સસરા, સાસુ અને નણદો વગેરે ઘરના કામમાં નાની નાની ભૂલો કાઠી હેરાન પરેશાન કરતા અને તારા બાપના ઘરેથી કઈ લાવી નથી. તો પચીસ લાખ રૂપિયા લઈ આવવું ભારે દબાણ કરતા અને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મુકતા આખરે અત્યાચાર સહન ન થતા ખંભાત પોલીસ સ્ટેશનમાં હાજર થઈ સસરા મકસુંદભાઈ ઇનુસભાઈ મન્સૂરી, ઇનુસભાઈ અબ્દુલભાઇ મન્સૂરી ,કોસરબાનું ઇનુસભાઈ મન્સૂરી,સમીરાંબાનું ઇનુસભાઈ મન્સૂરી,નીલોફરબાનું મન્સૂરી, પરવીનબાનું શકીલભાઈ મન્સૂરી, સકીલભાઈ ગણીભાઈ અને મુનાફભાઈ ઇસુફભાઈ મન્સૂરી સામે ખંભાત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર વિરોધી ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહી ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...