એકતા બેઠક:ખંભાત ખાતે તહેવારોને લઇ શાંતિ સમિતિની બેઠક; એ.એસ.પી અભિષેક ગુપ્તા, શહેર પીઆઈ ખાટ અને હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યાં

ખંભાતએક દિવસ પહેલા
  • કાયમી ધોરણે સુલેહ અને શાંતિ જળવાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠક
  • એએસપી અભિષેક ગુપ્તાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન હાથ ધરાયું

આણંદ જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં આવનાર દિવસોમાં તહેવારો નિમિત્તે પ્રજામાં સુલેહ અને શાંતિ જળવાઈ લોકો ભાઈચારાની ભાવનાથી તહેવારોની ઉજવણી કરે તેમજ કોઈપણ કોમી છમકલા ન સર્જાય તે હેતુથી ખંભાત પોલીસ દ્વારા બંને જૂથના અગ્રણીઓ તેમજ નગરપાલિકા કાઉન્સિલરો શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું.

ખંભાતમાં હર હંમેશ સુલેહ અને શાંતિ જળવાય તેમજ લોકો શાંતિપ્રિય માહોલમાં તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરે કોઈ અનિચ્છિય બનાવ ન બને હેતુથી એએસપી અભિષેક ગુપ્તા તેમજ ખંભાત મામલતદાર મનુભાઈ હીહોર શહેર પી.આઇ આર.એન.ખાંટની હાજરીમાં સ્થાનિક નેતાઓની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

કાયમી ધોરણે સુલેહ અને શાંતિ જળવાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠક
આ મીટીંગનો મુખ્ય હેતુ શહેરમાં કાયમી ધોરણે સુલેહ અને શાંતિ જળવાય લોકો ભાઇચારાની ભાવનાથી હળી મળી ને રહે તે માટે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસથી વધુ તહેવારો આવી રહ્યાં છે. હિન્દુ અને મુસ્લિમ સમાજ બંને શાંતિપ્રિય માહોલમાં તહેવારોની ઉજવણી કરે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતા મેસેજ વાયરલ ન કરે પ્રજામાં ખોટો સંદેશ ના જાય તેમજ કોઈપણ પ્રકારના ભડકાઉ મેસેજ ન થાય તે અત્યંત આવશ્યક છે. અમારી સાયબર ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે ખાસ કરીને લોકોએ પણ પોલીસને સાથ અને સહકાર આપવો જોઈએ. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કામિની ગાંધી નગરપાલિકા નગરપાલિકા પવડી ચેરમેન રાજેશ રાણા, નગરપાલિકા કાઉન્સિલર ખૂશ્મનભાઈ પટેલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ભારતીબેન રાણા નારણભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...