ખંભાતમાં શકરપુર ખાતેના રામ નવમીની દિવસે રામજી મંદિરેથી નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો કર્યા બાદ રેલીમાંથી છૂટા પડેલાં ટોળાંએ શહેરની મુખ્ય બજાર સરદાર ટાવર નજીક દુકાનો સળગાવી હતી. આ બનાવમાં તોફાની ટોળાં સામે વધુ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ અંગે ખંભાત શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એન. ખાંટે જણાવ્યું હતું કે, ખંભાતના શક્કરપુર ખાતેના કોમી હુલ્લડ બાબતે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં રજાક મલેકની ફરિયાદમાં ખંભાત પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ 10મી એપ્રિલના રોજ ગુનો નોંધ્યો હતો. જેમાં પંચનામું કરતા તથા સહેદોના નિવેદન લેતા તેમાં ખંભાત ગવારા ટાવર નજીક બૂંટ ચપ્પલની લારીઓની કેબીનો, દુકાન, વખાર તોફાની ટોળાએ સળગાવી નુકશાન કર્યું હતું.
જેમાં ગુનો બનતો હોય કલમ 435, 436,447 અને 427નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી છે. નોંધનીય છે કે, ટોળાં દ્વારા શક્કરપુરથી 2 કિલોમીટર દૂર ચકડોળ ગ્રાઉન્ડ પાસે તોડફોડ, દુકાનમાં આગચંપી કરી હતી. એટલું જ નહીં, સરદાર ટાવર નજીક આવેલા બૂટ ચંપલની લારીઓ-કેબીનો,દુકાનો અને વખારો તેમજ રાજપૂત વાડાના નાકે આવેલા મકાનને સળગાવી દીધું હતું.કલમ 436 હેઠળ જો ગુનો સાબિત થાય તો જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ જોગવાઈ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.