મોબાઈલ વ્યસનમુક્તિ જનજાગૃતિ અભિયાન:ખંભાત એમકોમ કોલેજ ખાતે મોબાઈલ વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ખંભાત19 દિવસ પહેલા

ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી શરદ કુમાર હાઈસ્કૂલ સોટી અને મંજુલાબેન હાઈસ્કૂલ સોટી વણીજય અનુસ્નાતક એમ.કોમ. વિભાગના વિદ્યાર્થીઓએ ખંભાત શહેર અને આણંદ જિલ્લામાં આવેલ જુદા જુદા ગામોની જેવા કે ઉંદેલ, નગરા, મેતપુર, ચાંગડા, વત્રા, બાજીપુરા, વરસડા, કાળી તલાવડી, જહાંગીર પૂરાની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ વ્યસમુક્તિ અભિયાન કરી સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે.

એમ કોમ વિભાગના વડા ડૉ.હસન રાણાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં થયેલ સંશોધન મુજબ 74% મોબાઈલ વપરાશ કરતા લોકો એવું માને છે કે સ્માર્ટ ફોનના કારણે સંબંધો ખરાબ થાય છે. 90% માતા-પિતા એવું માને છે કે મોબાઈલના લીધે બાળકોમાં ગુસ્સો અને આક્રમકતા વધે છે. 94% લોકોએ મોબાઈલને શરીરનો એક ભાગ ગણાવ્યો છે. ત્યારે 66% લોકો એવું મને છે કે જે સમય બાળકો સાથે ગુજારવાનો હોય તેના સ્થાને મોબાઈલમાં વ્યસ્ત રહે છે. બાળકો મોબાઈલના વ્યસની બની ગયા છે. મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગએ વિદ્યાર્થિની કારકિર્દીને વેગ આપે છે. બાળકો જમતી વખતે પણ જો મોબાઈલના આપીએ તો જમવા બેસતા નથી.

આચાર્ય ડો. વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું કે, મોબાઈલ ધરાવનાર શરેરાશ ભારતીય દર અડધા કલાકે મોબાઈલ ચેક કરે છે. લોકો સરેરાશ દિવસમાં પાંચથી છ કલાક સમય મોબાઈલમાં બગાડે છે. ડ્રાઇવિંગ કરતી વખતે પણ મોબાઈલ ઉપર વાતો કરતાં લોકો જોવા મળે છે. મોબાઈલ બાળકો અને તરુણોના મગજ ઉપર અસર થાય છે. બાળકો જુદી જુદી ગેમ્સ મોબાઈલ ઉપર રમતા હોય છે જેની સીધી અસર યાદશક્તિ ઉપર થાય છે. કેટલીક ગેમ્સ બાળકો માટે જીવલેણ પણ સાબિત થાય છે.

સંસ્થાના સેક્રેટરી ડો. બંકિમ ચંદ્ર વ્યાસ સાહેબે જણાવ્યું હતું કે, બાળકોનો મોબાઈલના કારણે પરિવાર સાથેનો સંવાદ ઘટી ગયો છે. ચાર મિત્રો ભાગોળે ભેગા મળી મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. માતા પિતા બાળક પજવણી કરે ત્યારે તેને શાંત પાડવા મોબાઈલ પકડાવી દેતા હોય છે. બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે. રમતના મેદાનમાં રમવાનો સમય બાળકો મોબાઈલ સ્ક્રીન ઉપર વિતાવે છે. જેની શરીર ઉપર વિપરીત અસર પડે છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજુબાજુના ગામ અને ખંભાત શહેરના લગભગ 5000 વિદ્યાર્થીઓને મોબાઈલ વ્યસન મુક્તિના અભિયાન થકી જાગૃત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...