BJP ઉમેદવારોનું લિસ્ટ જાહેર:ખંભાતમાં મહેશ રાવલને ફરી રિપીટ કરવામાં આવ્યાં; સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. ત્યારે ભારતીય જનતા પાર્લામેન્ટ્રી બોર્ડ એ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં ખંભાત 108 વિધાનસભામાં અત્યારના ચાલુ ધારાસભ્ય મહેશ કનૈયાલાલ રાવલને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે.

તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો
એવું મનાઈ રહ્યું છે કે, મહેશ રાવલે કરેલા રૂ. 1000 કરોડના વિકાસલક્ષી કાર્યોને લઈ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ એ ફરી એકવાર તેમને રિપીટ કર્યા છે. મહેશ રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને લોકો કોઈ માણસને જોઈને વોટ આપતા નથી. પણ ફક્ત અને ફક્ત કમળને જોઈને વોટ આપે છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાત રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલ પટેલ તથા સંગઠનના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...