મુસાફરો માટે આગોતરું આયોજન:ખંભાત ST ડેપો દ્વારા દિવાળીમાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે જુદા-જુદા રૂટો પર એક્સ્ટ્રા બસો દોડાવાશે

ખંભાત2 મહિનો પહેલા

દિવાળીના તહેવારને અનુલક્ષીને ખંભાત ડેપો દ્વારા 25થી વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, સુરતનો સમાવેશ થાય છે.

આ અંગે એસટી ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ મહીડાના જણાવ્યાં મુજબ આવનાર દિવસોમાં તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ખંભાત ડેપોથી ઝાલોદ, સંતરામપુર, લીમડી, દાહોદ, વડોદરા, અમદાવાદ, સુરતનું સંચાલન કરી વધુમાં વધુ મુસાફરો લાભ લે તેવું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તેમજ બસનું ગ્રુપ બુકિંગ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ પણ એક્સ્ટ્રા બસો મૂકવાની જોગવાઈ હાથ ધરવામાં આવેલ છે. તહેવારોમાં મુસાફરીની ભીડને ધ્યાનમાં લઈને એક્સ્ટ્રા બસો નડિયાદ વિભાગના ખંભાત ડેપો દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...