શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને તંત્ર સક્રિય:ખંભાત પોલીસે ગણપતિ વિસર્જનને લઈને ફૂટ પેટ્રોલિંગ કર્યું; નંબર પ્રમાણે પોન્ડમાં મૂર્તિનું વિસર્જન કરાશે

ખંભાત22 દિવસ પહેલા

ખંભાત પોલીસે ગણપતિ વિસર્જનનો તહેવાર શાંતિ અને ભાઈચારા સાથે પૂર્ણ થાય તે માટે કેન્દ્ર સરકારના સી.આઈ. એસ.એફ.ની ટુકડી સાથે રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું.

શાંતિ અને ભાઈચારા સાથે વિસર્જન પૂર્ણ થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ
સમગ્ર દેશમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાનું ખૂબ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક પોતાના ઘરે તેમજ સોસાયટીમાં મોટા પંડાલો બાંધી દસ દિવસ માટે સ્થાપન કરી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની ધૂમ ચાલી રહી છે અને લોકો ખૂબ ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. ત્યારે આ ગણપતિ ઉત્સવમાં ખંભાતમાં ચારસો જેટલી જગ્યાએ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. પરંતુ ગત રામનવમીના તહેવારમાં કોમી હુલ્લડ ફાટી નીકળતાં ખંભાત સંવેદનશીલ વિસ્તારમાં આવી ગયું છે. જેને ધ્યાનમાં રાખી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.

ખંભાત પોલીસના એ.એસ.પીએ નગરજનોને અપીલ કરી
જો કે ફૂટ પેટ્રોલિંગ બાદ ખંભાત પોલીસના એ.એસ.પી.અભિષેક ગુપ્તાએ નગરજનોને અપીલ કરી હતી કે નંબર પ્રમાણે જ વિસર્જન માટે ટાવર બજારે થઈ દરિયા કિનારે નગરપાલિકા દ્વારા બનાવેલ પોન્ડમાં જ મૂર્તિનું વિસર્જન કરે અને ભાઈચારો બનાવી રાખે.

અન્ય સમાચારો પણ છે...