ખાતમુહૂર્ત:ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

ખંભાત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત વિધાનસભા ચૂંટણીમાં ખરા ખરીનો જંગ જામ્યો હતો. ત્યારે ચિરાગભાઈ પટેલ 3711 મતથી વિજય બન્યા હતા. તયારબાદ તેમના દ્વારા ખંભાતના વાયના પાડાના નાકે ગજ્જર સુથારની સમાજની વાડી ખાતે એસી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ખંભાતના ગ્રામ્ય વિસ્તારના પાંદડ ગ્રામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ પ્રતાપસિંહ, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ પરમાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પ્રથમવાર ગામમાં આવતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ફેલાય હતો. જેને લઈને ધારાસભ્યનું વાજતે ગાજતે સામયું કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખંભાત શહેરને તાલુકાની અંદર અવિરતપણે વિકાસના કાર્યો વધારીશું અને નાનામાં નાના માણસની સમસ્યાઓને હલ કરવાનો પ્રયત્ન અચૂક કરતા રહીશું. અમે ચૂંટણી ટાઇમે જે જે વચનો આપ્યા છે, તે સમય સંજોગો પ્રમાણે પ્રયત્નશીલ થઈને કરતા રહીશું.

અન્ય સમાચારો પણ છે...