આરોપીને સજા:ખંભાતમાં દુષ્કર્મના આરોપીને ખંભાત કોર્ટે દસ વર્ષની સજા ફટકારી

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાતમાં એક ગામમાં લગ્નની લાલચ આપી ફોસલાવીને અવારનવાર અલગ અલગ જગ્યાએ સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. જે નરાધમ પર ફરિયાદ નોંધાયા બાદ ખંભાત પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હતી. વકીલોની દલીલો, પુરાવાને ધ્યાને લઇ ખંભાત કોર્ટના એડીશનલ જજ એમ.એન.શેખે કનુભાઈ ઉર્ફે ગલો રાયસંગ ઠાકોરને 10 વર્ષની સખતની કેદની સજા ફટકારી છે. તેમજ આરોપીએ 4 લાખની વળતરની રકમ ચૂકવવી તેવો હુકમ કર્યો છે.

મહત્વનું છે કે, મોટા ભાગે રસ્તાઓ પર અવર જવર કરતી મહિલાઓ, સગીરાઓને લુખ્ખા તત્ત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે. યેનકેન પ્રકારે મહિલાઓ-યુવતીઓને નરાધમો દ્વારા હવસના શિકાર બનાવવા પ્રેમમાં ફસાઈને લોભ લાલચ આપીને પોતાનો હેતુ પાર પાડે છે. એટલુ જ નહિ અમુક જગ્યાએ તો આવા તત્વોને લીધે મહિલાઓને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. તેવા કેસો ડામવા પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...