દેશમાં 16માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા દ્રોપદી મુર્મુજી માટે સંસદમાં ચાલી રહેલા સત્ર દરમ્યાન વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા અશોભનીય અને દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિપદની ગરિમાને માટે શરમજનક કહેવાય તેવી ટિપ્પણી કરી પોતાને અને પક્ષને શરમ જનક સ્થિતિમાં મુકતા તેમની ટિપ્પણી બાબતે સંસદમાં પણ ભારે શાસક પક્ષ સહિત અન્ય દળના સાંસદોએ વિરોધ દર્શવ્યો હતો. અને આવી શરમજનક ટિપ્પણી બાબતે માફી માંગવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો.
દેશના રાષ્ટ્રપતિ માટે આદિવાસી મહિલાને પ્રથમ વખત આવું સર્વોચ્ચ પદ મળ્યું અને દેશ આદિવાસી અને દબાયેલા સમાજને દેશના સર્વોચ્ચ સ્થાને સત્તાનું સુકાન આપી દેશમાં બદલાવ લાવી રહી છે. વિપક્ષના નેતાએ અપમાનજનક ટિપ્પણી કરતા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજ રોજ ખંભાત ખાતે ધારાસભ્ય મયુર રાવલની આગેવાની હેઠળ શહેર ભાજપ પ્રમુખ પીનાકીન બ્રહ્મભટ્ટ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ અને સુત્રોચાર કરી વિપક્ષ માફી માંગે તે માટે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.