વિધાનસભાની ચૂંટણી 2022:ખંભાત ભાજપના ઉમેદવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં નામંકન પત્ર ભર્યું

ખંભાત3 મહિનો પહેલા

ખંભાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ 108 ખંભાત વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુર રાવલ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.

મહત્વનું છે કે, ખંભાતના સરદાર ટાવરથી લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખંભાત વિધાનસભાના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. ખંભાત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઉમેદવાર મયુર રાવલનો વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ સૌપ્રથમવાર ખંભાત ખાતે સીએમ ઉમેદવારી પત્ર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

સાથોસાથમાં આજે સવારે ખંભાત શહેરના બજારમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. આ ઓપનિંગમાં આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખ મયુર સુથાર, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, ઉમેદવાર મયુર રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બીજી તરફ માતરના લવાલ ગામના મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખંભાત 108 વિધાનસભા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને આગામી દિવસોમાં રાજકીય ગરમાવો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...