સોશિયલ મીડિયા નોડલ અધિકારીની નીમણૂંક:ખંભાતના નાયબ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તાને આણંદ જિલ્લા કક્ષાના સોશિયલ મીડિયા નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાઈ

ખંભાત3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અન્વયે આણંદ જિલ્લાની 108-ખંભાત, 109-બોરસદ, 110-આંકલાવ, 111-ઉમરેઠ, 112-આણંદ, 113-પેટલાદ, અને 114- સોજીત્રા વિધાનસભાની બેઠક માટે બીજા તબક્કામાં તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન થશે. જેને લઈને આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચાર સંહિતાનુ ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે આણંદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય અને નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુકત રીતે ચુંટણી યોજાય તેમજ ચુંટણી દરમિયાન SMS તથા સોશિયલ મીડિયા (Social Media)નો દુરૂપયોગ થતો અટકાવવા સોશિયલ મીડિયા મોનીટીરીંગની કામગીરી માટે આણંદ જિલ્લા કક્ષાના સોશિયલ મીડિયા નોડલ અધિકારીની નીમણૂંક કરવામાં આવી છે. ખંભાતના નાયબ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તા (IPS)ની સોશિયલ મીડિયા નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કોઇપણ નાગરીકને સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક સમાચારો જણાય તો નોડલ અધિકારીનો મોબાઇલ નંબર- ૯૯૭૮૪ ૦૮૫૭૮, અને ઇ-મેઇલ એડ્રેસ - sdpo-kham-and@gujarat.gov.in પર સંપર્ક કરવા આણંદ જિલ્લા પોલિસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...