સ્નેહમિલન કાર્યક્રમ:ફક્ત ‘પાટીદાર’ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવાનું આહવાન

ખંભાત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટા ખર્ચા બંધ કરી નાણાં સંતાનોના શિક્ષણ માટે ફાળવો

ખંભાત મુકામે પાટીદાર સમાજમાં પડેલા અલગ અલગ વિભાગીકરણમાંથી એકત્રિત થઈ માત્ર ‘પાટીદાર’ તરીકેની ઓળખ પ્રસ્થાપિત થાય તે હેતુસર સ્નેહમિલન કાર્યક્રમ યોજાતા 7 ગામ, 15 ગામ , 16 ગામ, 20 ગામ, 21 ગામ, 22 ગામ, 42 ગામ એમ તમામ પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લાના ભૂતપૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલે ખોડલધામ અને ઉમિયા ધામના એકતાની વિશેષતા જણાવી ફક્ત એક રૂપિયામાં સમસ્ત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તાલીમ આપવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.તેમજ પાટીદાર એકતા અંગેનો નિર્ધાર ફક્ત ખંભાત તાલુકા પૂરતો સીમિત ન રાખતા સમગ્ર આણંદ જિલ્લામાં કરવા અનુરોધ કર્યો હતો. આ અંગે APMC ચેરમેન સંજયભાઇએ જણાવ્યું હતું કે, અનેક પ્રસંગોએ સમાજના જ્ઞાતિ બંધુઓ દ્વારા થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા અને બચેલા નાણાં સંતાનોના શિક્ષણ પાછળ ફાળવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...