90 દિવસ માટે પરવાનો મોકૂફ:ખંભાત તાલુકાના નાના કલોદરા ખાતે પુરવઠા વિભાગની તપાસ; કલોદરા ગામે સસ્તા અનાજની દુકાનનો પરવાનો મોકૂફ રાખવાનો આદેશ

ખંભાત24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની વ્યાજબી ભાવની દુકાનમાં રેશનકાર્ડ ધારકોને અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું ન હોવાથી તેમજ દુકાનદારની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ દુકાન ચલાવતો હતો. ફૂડ કુપન અપાતી ન હતી તેમજ રેશનકાર્ડ અનાજની નોંધ કરવામાં આવતી ન હોવાનું પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવતા જ પુરવઠા વિભાગે 90 દિવસ સુધીનો પરવાનો મોકૂફ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાત તાલુકાના નાન કલોદરા ગામે વ્યાજબી ભાવની દુકાન સંદિપ બી મકવાણાના નામે છે, પરંતુ છેલ્લા કેટલાય સમાધિ રેશનકાર્ડ ધારકોને અનાજના જથ્થાનું સમર્થન વિતરણ કરવામાં આવતું નહીં હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી જિલ્લા પુરવઠા અધિકારીએ નાના કલોદરા ગામે સસ્તા અનાજની દુકાનની આકસ્મિક મુલાકાત લીધી હતી. તપાસ કરતાં સંદીપભાઈની જગ્યાએ અશોકભાઈ નામે દુકાન ચલાવતો હતો. તેમાંથી રેશનકાર્ડ ધારકોને ફૂડ કુપન આપવામાં આવતી ન હતી.

તેમજ વિતરણ કરેલ જથ્થાની રેશનકાર્ડ નોંધ કરવામાં આવતી નથી. તેમજ રજીસ્ટર નિભાવમાં આવતું ન હતું. તેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. તેથી ગંભીર ક્ષતિઓ સામે આવતા પુરવઠા અધિકારી અહેવાલ તૈયાર કરીને કલેક્ટરને મોકલી આપ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે. શાહ દ્વારા 90 દિવસ માટે પરવાનો મોકો રાખવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ પુના કોઈ દુકાનદાર દ્વારા અનાજના વિતરણમાં ગાલમેલ ન થાય તે માટે રૂપિયા 88,000નો દંડ પણ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...