ખંભાત શહેરની સફાઈ અત્યાધુનિક મશીનોથી થાય તેમજ સફાઈ કર્મચારીઓની સલામતી અને આરોગ્યના હિતમાં રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગની ગ્રાન્ટમાંથી 314 લાખના વિવિધ વિકાસના કામો અને રૂ.80 લાખના ઓ.એન.જી.સી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ બે રોબોટિક સુઅર ક્લિનિંગ મશીનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડીયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મારડીયાએ જણાવ્યું હતું કે,નગરપાલિકામાં વિકાસની ગ્રાન્ટ ક્યારે અટકશે નહીં. સરકારે 2009થી સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટની શરૂઆત કરી ત્યારબાદ નગરપાલિકામાં અવિરત ગ્રાન્ટ વિકાસના કામો મળતી રહી છે. સમગ્ર ગુજરાતમાં બ વર્ગની નગરપાલિકામાં ક્યાંય રોબોટીક મશીન નથી.
માત્ર ખંભાતની નગરપાલિકામાં પ્રથમ વાર રોબોટીક મશીન મળ્યા છે. જાહેર આરોગ્યની 1 મોટી સમસ્યા ગટરની સફાઈ છે. ગટરની ચેમ્બરમાં ઉતરી સફાઈ કર્મીને જીવને જોખમ રહેતું હતું.નામદાર કોર્ટે ગટરની ચેમ્બર્સમાં ઉતરીને સફાઈ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સફાઈ કર્મીઓના આરોગ્ય અને સલામતી હેતુસર ગટર સફાઈ માટે રોબોટીક સુઅર ક્લિનિંગ મશીન ઉપયોગમાં લેવાશે.
લોકાર્પણ દરમ્યાન શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મારડીયા, ધારાસભ્ય મયુરભાઈ રાવલ, ઓએનજીસી એસેટ મેનેજર-શાંતિસ્વરૂપ શર્મા, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ-વિપુલભાઈ પટેલ, પ્રાંત અધિકારી- નિરૂપમા ગઢવી, પાલિકા પ્રમુખ-કામિનીબેન ગાંધી, તાલુકા પંચાયત પ્રમુખ-હર્ષદભાઈ સિંધા, નગરપાલિકા ભાજપાના કાઉન્સિલર, તા. પં. સભ્યો, જિ. પં. સભ્યો, સહિતના ભાજપાના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્માર્ટ ડેવલોપમેન્ટ મોનિટરિંગ સોલ્યુશન સિસ્ટમથી વિકાસની માહિતી મોબાઈલમાં જોઈ શકાશે
સ્માર્ટ ડેવલોપમેન્ટ મોનીટરિંગ સોલ્યુશન સિસ્ટમથી ખંભાત નગરમાં કોઈ પણ વોર્ડના કોઈ પણ ખૂણે ચાલતી વિકાસની કામગીરી પર 24 કલાક સતત દેખરેખ રાખી શકાય તે સદર સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે.આ પ્રોજેકટથી ફાસ્ટ ટ્રેક ડેવલોપમેન્ટના ભાગરૂપે ‘ડેવલોપમેન્ટ પ્રોગ્રામ” તથા ડોક્યુમેન્ટેશન પ્રોગ્રામ’ બંને બાબતો નગરપાલિકાના અધિકારી ગણ, કર્મચારીગણ,કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ટીમ, ચૂંટાયેલી પાંખની સંપૂર્ણ દેખરેખ રહી સકશે.એટલું નહિ બોર્ડ બેઠક, કારોબારી મીટિંગ, વિકાસ કામોનું બજેટ, કામોના ફોટોગ્રાફ-વિડીયોગ્રાફી સહિતની વિગતો મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.