તંત્ર હરકતમાં:ખંભાતમાં છ જર્જરિત બિલ્ડીંગને નોટીસ અને બે બિલ્ડીંગને તોડી પાડવામાં આવી

ખંભાત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત રવિવારે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું

ખંભાતમાં મુખ્ય બજાર ગણાતા સરદાર ટાવર નજીકના સિંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ ગત 24મીના રોજ રવિવારે ધડાકાભેર ધરાશયી થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટના બાદ ઘોર નિદ્રામાં પોઢી રહેલું ખંભાત નગર પાલિકા અચાનક સળવળ્યું હતું અને તેમણે માત્ર રહેણાંક વિસ્તારોમાં આવેલી છ જેટલી બિલ્ડીંગોનું ઓબ્ઝર્વેશન કર્યા બાદ તેને નોટીસ પાઠવી હતી. આ ઉપરાંત, રહેણાંક વિસ્તારોમાં આવેલી અન્ય બે જર્જરિત બિલ્ડિંગોની ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના લાલ દરવાજા, ત્રણ બત્તી વિસ્તાર, સરદાર ટાવર સહિતના મુખ્ય બજારો વચ્ચે કોમર્શિયલ બિલ્ડીંગો જર્જરિત અવસ્થામાં ઉભેલી છે.

અન્ય સમાચારો પણ છે...