પરણિતાએ નોંધાવી ફરિયાદ!:ખંભાતમાં પરણિતાનો પીછો કરનારાને ઠપકો આપતા મારી નાખવાની ધમકી આપી; પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં 19 વર્ષની પરણિતાનો વારંવાર પીછો કરી હેરાન કરનાર બે ઇસમોને તેણીના પતિ અને સંબંધીઓ દ્વારા ઠપકો આપતા તેઓને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે ખંભાત શહેર પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત શહેર પોલીસ મથકે શહેરમાં આવેલ શેખવાડી મુખી ફળિયામાં રહેતી 19 વર્ષીય પરણિતાનો શહેરમાં રહેતા આકિબ જાવેદ મહંમદ શેખ તેમજ અન્ય એક ઈસમ વારંવાર પીછો કરી હેરાન પરેશાન કરતા હતા. બંને ભેગા મળી પરણિતાને ખૂબ જ પરેશાન કરતા હતા. તેણીએ આ બાબતનું ધ્યાન તેના પતિ અને પરિવારજનોને દોર્યું હતું. જેથી પરણિતાના પતિ અને સંબંધીઓ આકિબ જાવેદને ઠપકો આપવા ગયા હતા. જ્યાં આકિબ જાવેદ શેખ અને અન્ય ઇસમ ઉશ્કેરાઈ જતા ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસ મથકે આકિબ જાવેદ મોહમ્મદ શેખ તેમજ અન્ય એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...