અકીકના વેપારી પર જીવલણ હુમલો:ખંભાતમાં અકીકના વેપારીને તું મારા વેપારીને માલ કેમ વેચે છે કહી માથામાં ધારીયું મારી હુમલો કર્યો

ખંભાત18 દિવસ પહેલા

ખંભાતના કાજીવાડ ખાતે રહેતા વેપારી પર અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી શખ્શે ધાર્યું મારી દીધું હતું. જેના કારણે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ખંભાત શહેરે પોલીસે ગુનો નોંધ્યો હતો.

ખંભાતના કાજીવાડમાં રહેતા ઈરફાન હનીફ મન્સુરી અકીકનો વેપાર કરે છે. તેઓ 18 મી નવેમ્બરના રોજ રાતના દંતારવાડામાં આવેલા ગલ્લે ચા પીવા માટે ગયા હતા. આ સમયે પારસીવાડમાં રહેતા શાહ નવાજ ઉર્ફે રાજુ હનીફ સૈયદ પણ હાજર હતો. શાહ નવાજ ઉસકેરાઈ ઇરફાનને રોકી કહ્યું કે, હમણાં તું ગોવા ગયો ત્યારે મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો હતો, તેમ જણાવી ઝઘડો કર્યો હતો. જોકે ઇરફાન ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ સોડા લેવા ગયા તે સમયે સાનવાજ ઉર્ફે રાજુ હનીફ સૈયદ તેનો ભાઈ શાહેબાઝ ઉર્ફે સબબુ હનીફ સૈયદ પણ ત્યાં હતો. તેઓએ અકીકના માલ આપવા બાબતે ફરીથી ઝઘડો કર્યો હતો.

આ ઝઘડામાં શાહ નવાજ ઉર્ફે રાજુ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધાર્યું ઇરફાનના માથામાં મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેનું ઉપરાણું લઈને તેનો ભાઈ શાહેબાઝ ઉર્ફે સબબુ પણ દોડી આવી માર મારવા લાગ્યો હતો. જોકે આસપાસના લોકો દોડી આવી વધુ મારથી ઇરફાનને બચાવ્યો હતો. જતા જતા બંને ધમકી આપતા ગયા હતા કે જો અમારા વેપારીને માલ આપ્યો તો તને પૂરો કરી દઈશું. આ અંગે ખંભાત શહેર પોલીસે શાહ નવાજ ઉર્ફે રાજુ હનીફ સૈયદ અને સહેબાજ ઉર્ફે સબબુ હનીફ સૈયદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...