વૃક્ષોનું નિકંદન:કાણીસા ગામે કાંસ પરના વૃક્ષને ગેરકાયદે કાપી રાતોરાત વેંચી માર્યાં

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂના આંબાના વૃક્ષનું નિકદંન કઢાવવામાં આવતાં રોષ

ખંભાતમાં એકાએક ગેરકાયદે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે વનવિભાગ કુંભકર્ણ નિંદ્રામાં મસ્ત બન્યું છે.એક બાજુ સરકાર અને તંત્ર કરોડોનો ખર્ચ કરી વૃક્ષો ઉછેર કરી રહી છે.તો બીજી બાજુ તંત્રની રહેમનજર હેઠળ જ રાતોરાત વૃક્ષોનું નિકંદન થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ખંભાતના કાણીસા ખાતે વનવિભાગ, કાંસ વિભાગ, પંચાયતની મંજૂરી વિના કાંસની ધારમાં આવેલ એક મસમોટા વૃક્ષને જળમૂળમાંથી કાપી રાતોરાત ટ્રેકટર મારફતે લાકડાઓનો વેંચાણ થઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.

માહિતીનુસાર, ખંભાતના કાણીસા ખાતે કાણીસા-સાયમા કાંસની ધારમાં આવેલ એક 500 મણનો આંબાના વૃક્ષને ગતરોજ બપોરે પરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ દ્વારા મશીન મારફતે જળમૂળમાંથી કપાવી ટ્રેકટરમાં લાકડાઓ ભરી જઇ બારોબાર વેંચાણ કરાયાની ફરિયાદો ઉઠવા પામી છે.વૃક્ષ નિકંદનનું કૃત્ય કરનારે કૃત્ય કરતા પૂર્વે કાંસ વિભાગ, વનવિભાગ, પંચાયત વિભાગ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવી નથી.સદર બાબતે વનવિભાગ, પંચાયત વિભાગ અને કાંસ વિભાગે પણ મંજૂરી મેળવી નથી તેમ જણાવ્યું હતું.

ગામના જાગૃત નાગરિક દ્વારા ખંભાતના વનવિભાગને લેખિતમાં ફરિયાદ કરી વૃક્ષ છેદન ધારા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે.આ અંગે ફોરેસ્ટ અધિકારી ડી.કે.મકવાણાએ જણાવ્યું હતું કે, ખંભાતના કાણીસા ખાતે કાંસ વૃક્ષ કાપવા અંગે કોઈ પણ પ્રકારની મજૂરી લીધી નથી.તે બાબતે તપાસ હાથ ધરી તેઓની સામે કાર્યવાહીમાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...