ફરિયાદ:કાણીસામાં મહિલા ઉમેદવારના પતિએ બેલેટની ઝેરોક્ષ કઢાવ્યાની ફરિયાદ થઈ

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના કાણીસા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરની કલર ઝેરોક્ષ કઢાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે સ્થાનિક અગ્રણીએ પ્રિસાઇડીંગ અધિકારીને રજૂઆત કરી હતી. આ ઝેરોક્ષ સ્થાનિક ભાજપના અગ્રણી અને સરપંચપદ માટે ઉમેદવારી કરનાર નીતાબેનના પતિએ ઝેરોક્ષ કરાવી હોવાનું કહેવાય છે. આ અંગે ફરિયાદી મનુભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ બુથ નંબર ૧ માં મતદાન શરુ થતા જ થોડી વાર બાદ સ્થાનિક અગ્રણી અને મહિલા બેઠકમાં ઉમેદવારના પતિ અને ભાજપાના અગ્રણી નેતા અશ્વિનભાઈ પટેલ મતદાન મથકમાં જઈ બેલેટ પેપરનો ફોટો પાડી તેમજ બેલેટ પેપર લઇ મતદાન મથક બહાર નીકળી તેની ઝેરોક્ષ કઢાવી હતી. આ અંગે અમે બુથ ૧ ના પ્રિસાઇડિંગ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જોકે આ અંગે રીટર્નિગ ઓફિસર દોલુભા રાણાએ જણાવ્યું હતું કે,આ ઘટના અંગે અમને માત્ર મૌખિક રજૂઆત મળી છે. લેખિત રજૂઆત મળેથી વધુ તપાસ હાથ ધરીશ.

અન્ય સમાચારો પણ છે...