ખંભાત કોર્ટે 10 વર્ષની સજા ફટકારી:2003માં નેજા ગામમાં ખેતરમાંથી પશુ માટે ચાર લેવાની બાબતમાં જીવલેણ હુમલો કર્યો હતો

ખંભાત2 મહિનો પહેલા

પશુઓ માટે ચાર લેવા કેમ દેતો નથી, તેવી નજીવી બાબતે આજથી 19 વર્ષ પહેલા નેજા ગામે ભરવાડ શખ્સોએ ખેડૂત સાથે ઝઘડો કરી તેની ઉપર ફરસીથી હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતનો પગ ભાંગી ગયો હતો અને માથાના ભાગે ગંભીરિજાઓ થવા પામી હતી. આ કેસ આજે ચાલી જતા કોર્ટે એકને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો હતો. જ્યારે બિજા હુમલાખોરને 10 વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો હતો.

પોતાની ફરસી ઉઠાવી માથામાં મારી દીધી હતી
ખંભાતના નેજા ગામની સીમમાં ગોલાણા રોડ ઉપર મફતભાઈ પરમારના ફાર્મમાં ગત 27 નવેમ્બર 2003ના રોજ તેઓ ફાર્મ પર હતા. તે વખતે મૂળ શરમ તા ગઢડાના વતની નેજા રહેવા આવેલા કાળા ઉર્ફે કાબાભાઈ ભરવાડ અને વિરમભાઈ ચાર લેવા આવ્યા હતા. તેમને મફતભાઈએ ચાર લેવાની ના પાડી એટલે કાળા ઉર્ફેક કાબાભાઈ ઉસકેરાઈ અને તેમણે પોતાની પાસે ફરસી હતી તે ઉઠાવી મફતભાઈના માથામાં મારી દીધી હતી. પછી તેની મુદર જમણા પગ પર મારતા તેનો જમણો પગ ભાંગી ગયો હતો.

દસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો
એ વખતે વિરમે મફતભાઈની છાતી, મોની ડાબી બાજુ અને બંને પગે લાકડીના ઢોસા માર્યા હતા. એ વખતે નારાયણભાઈ મકવાણાએ ઉસકેરણી કરી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસે કાળાભાઈ અને નારાયણભાઈ વિરુદ્ધ ખંભાત રોલર પોલીસ સ્ટેશનને ગુનો નોંધયો હતો. આ કેસમાં ખંભાતના સાતમાં એડિશનલ સેશન્સ જજ એમ.એન. શેખની કોર્ટમાં ચાલી જતા કાબા ઉર્ફે કાળાભાઈ ભરવાડ નેજા ગામની સીમને કસૂરવાર ઠેરવી ઇપીકો કલમ 307 ગુના અનન્વયે દસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...