કોરોના ઇફેક્ટ:ગોલાણા પંચાયત સીટનો કાર્યક્રમ તામસા યોજાયો

ખંભાતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેવાડાના માનવ કલ્યાણ યોજનાઓની માહિતી અપાઇ

કોરોના જેવી મહામારી ચાલી રહી હોઈ સરકાર ની ગાઈડલાઈન તેમજ લોકડાઉનના નિયમો મુજબ તાલુકા લેવલે જાહેર મિટિંગ થતી ન હોય ત્યારે જિલ્લા પંચાયત સીટ લેવલે બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે ધારાસભ્ય દ્વારા બેઠક આયોજિત કરવામાં આવી.

ખંભાત તાલુકાની કલમસર, ઉંદેલ, વટાદરા, શક્કરપુર, નગરા જિલ્લા પંચાયત સીટ ના કાર્યક્રમ બાદ વિધાનસભા સત્ર શરૂ હોઈ ગોલાણા જિલ્લા પંચાયત સીટ નો મુલતવી કાર્યક્રમ આજરોજ ધારાસભ્ય મયુરભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને તામસા મુકામે યોજાયો.

હાલમાં જ યુવા મોરચા કારોબારી સભ્ય ધ્રુવીનભાઈ ભાવસાર (ગોલાણા)ના દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ અર્પે તે માટે તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ બેઠકમાં જી.ભાજપ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પંડિત, તા.ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ-મહેશભાઈ રાઠોડ, તાલુકા-જિલ્લા પંચાયત સભ્યો, ગુડેલ, આખોલ, તામસા, ગોલાણા, વૈણજ, લુણેજ, નેજા, ભીમતલાવ, તડાતલાવ, તરકપુર, મિતલી સરપંચો, પાર્ટીના જુના પાયાના આગેવાનો, બુથ લેવલના-શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ, સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...