ખંભાતના વેપારી સાથે છેતરપિંડી:મુંબઈના ગઠીયાએ નાણાં લીધા બાદ માલ ન મોકલ્યો; પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી

ખંભાત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના કંસારી ગામે મૂળ સુરતના શિવમ મનસુખ ડેડાણિયા રહે છે. તેઓ કિસ્મત ટ્રેડર્સના નામથી સોપારી અને કાજુનો હોલસેલનો વેપાર કરે છે. વર્ષ 2022માં તેઓ તેમના ધંધાની જાહેરાત માટે ઇન્ટરનેટ પર ચર્ચા કરતા હતા.

દરમિયાન જય કિસાન ટ્રેડર્સ મુંબઈની એક જાહેરાત પર તેમની નજર પડી હતી. જેના મોબાઈલ નંબર 91150 13776 પર સંપર્ક કરતા સામેના શખ્સે તેઓ કાજુનો હોલસેલનો વ્યાપાર કરતાં હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અનેક વખત વાતચીત બાદ મુંબઈના કથિત વેપારીએ વિશ્વાસ કેળવી લીધો હતો અને 50% પેમેન્ટ માલ મળ્યા બાદ આપવાનું કહ્યું હતું. જેને પગલે શિવમ ડેડાણીયાએ રૂપિયા 63 હજારની કિંમતના 70 kg કાજુ તેમની પાસેથી ખરીદ્યા હતા.

જે પેટે તેમણે પચાસ ટકા પેમેન્ટ લેખે રૂપિયા 31 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે આ વાતને એક વર્ષનો સમય થવા આવ્યો હોવા છતાં અને અનેક વખત ઉઘરાણી કરવા છતાં પણ તે ન તો પૈસા આપતો હતો કે માલની ડીલીવરી કરતો હતો. આખરે કંટાળેલા વેપારીએ ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખંભાત પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...