ખંભાતમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી:250થી વધુ પંડાલોમાં ગણપતિ બાપાની સ્થાપના કરાઈ; ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

ખંભાતએક મહિનો પહેલા

ખંભાતની જનતા ઉત્સવપ્રિય છે, ધાર્મિક ઉત્સવ કોઈપણ હોય ખંભાતવાસીઓ તેને ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ઉપર સરકારી નિયંત્રણો હતા. જેના કારણે જનતા કોઈ ધાર્મિક કાર્યક્રમ કરી શકતા ન હતા, પરંતુ સરકારી નિયંત્રણ હટતાં જ આ વર્ષે ખંભાતની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે ખંભાતમાં 250 કરતાંય વધુ જગ્યાએ પંડાલોમા ગણપતિની મૂર્તિનું ખૂબ શ્રદ્ધાપૂર્વક અને વિધિવત સ્થાપન કરી દસ દિવસ પૂજા, અર્ચના કરી વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવશે. ખંભાતમાં મુખ્ય કહી શકાય એવા પાણીયારી, અલિંગ, ધોબી ચકલા, માવચાવાડ, દંતારવાળો, કડિયાપોળ, રાણા ચકલા , તેમજ આખા ખંભાત નું આકર્ષણ એવા માછીપુરા વિસ્તારમાં ખારવાવાડ , ખલાસીવાડ માં મોટી પ્રતિમા સાથે અનેક સુશોભનો સાથે શ્રીજી ની ખૂબ જ ભાવ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. જોકે આ વખતે ખલાસીવડમાં ગણપતિ બેસાડવાનાની પરંપરાને 50 વર્ષ પુરા થતા આ વિસ્તારના લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખંભાતમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે ખંભાત પોલીસ દ્વારા કોઈપણ ગણેશ મંડળોને તકલીફ ન થાય અને શહેરીજનોને પણ ટ્રાફિકની સમસ્યા ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખંભાત એએસપી અભિષેક ગુપ્તા સાહેબ અને શહેર પીઆઇ સોલંકી સાહેબ અને આખા એ પોલીસ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી ખૂબ જો સારી ફરજ નિભાવી છે શહેરના નાગરિકો તથા ગણેશ મંડળે પણ પોલીસ સ્ટાફને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...