ધરપકડ:ખંભાતમાં જુગાર રમતાં આઠ શખ્સો ઝડપાયા

ખંભાત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતમાં જુગાર રમતાં આઠ શખ્સોને ખંભાત પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 8700નો મુદૃામાલ કબ્જે કર્યો હતો. ખંભાત શહેરના બાંદ્રાબુરજ વિસ્તારમાં શીવ બંગલા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો ભેગા મળી પત્તા પાનાનો જુગાર રમતા મોહમદરફીક શેખ, ઈબ્રાહીમ સૈયદ, મોહમદહારુન શેખ, તસુદ્ધકહુસેન શેખ, મોસીન મલેક, મોહમદરજા આગા, સલીમ શેખ અને મુસ્તાકહુસૈન સૈયદ (તમામ રહે. ખંભાત) ને પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...