તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:ધર્મજ રોડ ‌રૂ 6325 લાખના ખર્ચે ચાર માર્ગીય બનાવવા ખાતમુહૂર્ત કરાયું

ખંભાત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે મંજૂરી અપાતા 11 માસના ટૂંકા ગાળામાં કામ પૂર્ણ કરાશે

આણંદ જિલ્લાનો સૌથી અગત્યનો અને ખંભાત તાલુકાને ચરોતર સાથે જોડતો દ્વિ-માર્ગીય ખંભાત-ધર્મજ રોડ રૂા 6325 લાખના ખર્ચે ચાર માર્ગીય રસ્તો બનાવવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મયુરભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું.ધારાસભ્ય મયુરભાઈ રાવલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર આણંદ જિલ્લાનો આ એક માત્ર 4 માર્ગીય રસ્તો બનાવવા મંજૂરી આપવામાં આવી છે.જે માત્ર 11 માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, રસ્તો બનવાથી ઘણા અકસ્માતોની મોટી સમસ્યાનું નિરાકરણ થશે.ખંભાતને અન્ય વિસ્તારો સાથે જોડતા દહેડા-ગોલાણા માર્ગ બાદ વધુ એક સારો રસ્તો ખંભાતને મળ્યો છે ત્યારે ખંભાત વિકાસની ગતિએ વધુ વેગવંતુ બનતું જણાઈ રહ્યું છે.

આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર પાર્થભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શર્મિસ્ઠાબેન પટેલ, ન.પા પ્રમુખ પ્રતિનિધિ હિરેનભાઈ ગાંધી, તા.ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, શહેર ભાજપ મહામંત્રી મિલનભાઈ પટેલ, ન.પા માજી પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય, એપીએમસી ડિરેકટર રણછોડભાઈ ભરવાડ, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ મનીષભાઈ પટેલ (ઉંદેલ), વિનોદભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રનિધિઓ ભીખાભાઇ પટેલ (શક્કરપુર), માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...