તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખંભાતના પીડીતો માટેના સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કરવા માંગણી

ખંભાત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીલીકોસીસના દર્દીઓના પુનઃસ્થાપન માટે નીતી ઘડો
  • કામદારોના ક્લ્યાણ માટેની ભલામણોનો અમલ કરો

ખંભાત સહિત રાજ્યમાં સિલિકોસીસ પીડિતો માટે કાર્ય કરતી સંસ્થા પીટીઆરસીએ રાજ્યના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર સીલીકોસીસને કારણે મૃત્યુ પામેલા તમામ કામદારોના વારસદારોને રૂા.3 લાખની સહાય ચુકવવા તેમજ સીલીકોસીસ પીડીતોના પુનઃસ્થાપન માટે નીતી ઘડીને અમલમાં મુકવા રજૂઆત કરી છે. તેમજ રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ દ્વારા કરેલી ફરીયાદમાં પંચે ખંભાતના અકીક કામદારોના કલ્યાણ માટે કરેલી ભલામણોનો સંપુર્ણ અમલ કરવાની માંગણી કરી છે.

આ અંગે પીટીઆરસીના ડાયરેકટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં સીલીકોસીસ મુદ્દે જાહેર હીતની અરજી 2006માં દીલ્હીની સ્વૈછીક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી હજુ ચાલુ છે.આ અરજીમાં કોર્ટે સંબંધીત જીલ્લાઓના કલેક્ટરોને આદેશ કરતાં જણાવેલું, કે સીલીકોસીસ પીડીત વ્યક્તીનું અવસાન થયું છે. તો જીલ્લા કલેક્ટરે સરકારી નીતી મુજબના લાભો તેમજ રૂા.3 લાખનું વળતર ચુકવવા પગલાં લેવાં. ત્યાર બાદ ગત તા. 11/04/17ને દીવસે કોર્ટે બીજો હુકમ કરતાં જણાવ્યું કે, સીલીકોસીસ પીડીત વ્યક્તીના અવસાન બાદ તેના કુટૂંબને રૂા.3 લાખનું વળતર ચુકવવા સંબંધે કોર્ટે ગત તા.23/08/16ને રોજ હુકમ કરેલો છે.હવે એ હુકમનું પાલન દરેક રાજ્યએ કરવાનું છે. જેનું ગુજરાતમાં પાલન કરતું નથી.

ઉલ્લેખનીય છે કે, ખંભાતના સવીતાબેન ચિમનભાઇ વાઘરીના પતીનું સીલીકોસીસને કારણે ગત 7/09/14ના રોજ અવસાન થયું.તેમણે સહાય માટે અરજી કરી હતી. અને ગત તા.5/01/16ના રોજ તેમને રૂા.1 લાખની સહાયનો ચેક અપાયો. તેમણે 1/03/19ને રોજ કલેક્ટર,આણંદ અને ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને બાકીના રૂા .3/-લાખ ચુકવવા રજુઆત કરી હતી. આ બાબતે તેમણે પીટીઆરસીને રજુઆત કરી અને સંસ્થાએ ગત 9/12/20ને રોજ રા.મા. અ.પંચ સમક્ષ ફરીયાદ કરી રૂા.3 લાખ ચુકવી બે મહીનામાં જવાબ આપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી હતી. હાલ સરકારે સિલીકોસીસને કારણે થતા મૃત્યુ માટે સહાય આપવા જે યોજના ઘડી છે.

અન્ય સમાચારો પણ છે...