વાહન ચાલકો ત્રાહિમામ:ખંભાત-ખેડા માર્ગ પર જોખમી ગાબડા, તારાપુર થી ખેડા સુધીનો બિસ્મમાર માર્ગ ક્યારે તૈયાર કરાશે?

ખંભાત21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત ખેડા પંથકને જોડતા માર્ગ ઉપર તારાપુરથી ખેડા સુધી મોટા ગાબડા પડી ગયા હોઈ તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા રીપેરીંગ કામ ન થતા અહી નિયમિત અકસ્માત થાય છે. વાહનચાલકો મોટા ગાબડાને લઇ વારંવાર ખોટકાઈ છે. જેને લઇ ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે.

આ અંગે કાણીસા પંથકના યુવા અગ્રણી મનીષ રબારી જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદે જ અહી રસ્તો ખખડધજ હાલતમાં મૂકાયો હતો. રોડની મધ્યમાં મસમોટા ગાબડા પડી ગયા છે. આ માર્ગ ઉપર તંત્ર દ્વારા માત્ર થીગડા લગાવી જ સંતોષ માનવામાં આવે છે. જો એક વાર આ રોડ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો વાહન ચાલકોની કાયમી સમસ્યાનું સમાધાન આવે. પરંતુ તંત્રની બેદરકારીને કારણે ઠેર-ઠેર જર્જરિત બનવાને કારણે અકસ્માત માર્ગ બન્યો છે.

આ અંગે સ્થાનિકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, આ માર્ગ ઉપર રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે. ખંભાત થી અમદાવાદ, તારાપુર થી અમદાવાદ, સોજીત્રા થી અમદાવાદ જવા માટેનો આ એક માત્ર રસ્તો હોઇ અને આ માર્ગ અતિશય બિસ્માર હાલતમાં હોઇ આ અંગે અમોએ વારંવાર સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય તેમજ તંત્રને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ જો કોઈ નેતા આ માર્ગ ઉપરથી પસાર થવાના હોય કે ચૂંટણી આવવાની હોય ત્યારે આ માર્ગને માત્ર થીગડા લગાવી રીપેરીંગ કરવામાં આવે છે અને તંત્ર સંતોષ માને છે. જો આ માર્ગનું કાયમી સોલ્યુશન લાવવું હોય તો એકવાર આ માર્ગને વ્યવવસ્થિત રીતે બનાવવામાં આવે તો કાયમી સમાધાન નીવડે.

ખંભાત થી અમદાવાદના બે કલાકના અંતર માટે ત્રણ કલાક જેટલો સમય થાય છે
આ અંગે અમદાવાદ થી ખંભાત દરરોજ આવન-જાવન કરતા કરતા કોકિલાબેન પટેલે જણાવ્યું હતું કે, હું અપડાઉન કરું છું ખંભાત થી અમદાવાદનું 100 કિલોમીટરનું અંતર કાપતા મારે ત્રણ કલાક જેટલો સમય થાય છે. જો આ માર્ગને વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો આ અંતર માત્ર બે કલાકની અંદર જ કપાય બિસ્માર માર્ગને લઇ વાહનચાલકોની હાલત અતિશય દયનીય બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...