તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચારની બૂમ:ખંભાત પાલિકાએ નવા બનાવેલા RCC માર્ગોમાં ભ્રષ્ટાચારની બૂમ

ખંભાત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા માર્ગો ત્રણ મહિનામાં ખખડધજ હાલતમાં ફેરવાયા

ખંભાતના નગરપાલિકા દ્વારા ત્રણ મહિના પૂર્વે બનાવેલા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ નવા RCC માર્ગોની હાલત બિસ્માર થઈ જવા પામી છે. હજી તો માત્ર ચોમાસાની શરૂઆતથી અંશતઃ વરસાદ ખાબક્યો છે. ત્યાં તો રસ્તાઓ ધોવાઈ ગયા છે. સત્તાના સમયગાળામાં પૂર્વ સત્તાધીશો અને કોન્ટ્રકટરો મિલી ભગતની સાંઠગાંઠથી શહેરની પ્રજા માટે મજબૂત અને ટકાઉ રસ્તાઓ મળ્યા નથી. નવા રસ્તાઓ માત્ર બે-ત્રણ મહિનામાં ધોવાઈ જઈ તૂટી પડતા અકસ્માતની ભીતિ પણ સર્જાવા પામી છે.

જોત જોતામાં આ રસ્તો ધોવાઈ જઇ ખાંડા અને ગાબડા પડી જતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે.ભ્રષ્ટ કામગીરી દેખા દેતા પૂર્વ સત્તાધીશો એન કોન્ટ્રાકટરોએ ખાયકીનો ખેલ રમાયાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે. માત્ર કટકી કરવામાં માહેર પૂર્વ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોનો ભોગ નગરજનો બની રહ્યાં છે. ઉપરાંત વિકાસના નામે સરકારના નાણાનો દુરુપયોગ કરી કૌભાંડ આચરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.

નગરપાલિકા દ્વારા પણ આવા ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમજ નોટિસ બજાવી તેને ડિપોઝિટ જમા છે તેમાંથી કામ કરાવી દઈશું તેવી છટકબારી શોધી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે જોકે મહત્વનું છે કે તાજેતરમાં જ બનેલ રોડ તૂટી જતા પાલિકા દ્વારા જે તે એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, અને સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની થાય. તેમ છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટર તેમજ સામેલ સત્તાધીશો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાને બદલે પાલિકા દ્વારા માત્ર નામની નોટિસ બજાવી ભ્રષ્ટાચારીઓને છાવરતી હોય તેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...