6 બિલ્ડરોને નોટિસ:ખંભાતમાં કોમન પ્લોટમાં જ બાંધકામ કરી દેવાતાં વિવાદ

ખંભાત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હકીકત પાલિકાને ધ્યાને આવતાં 6 બિલ્ડરોને નોટિસ ફટકારી

ખંભાતમાં કોમન પ્લોટમાં બાંધકામ કરી દેવામાં આવ્યો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જોકે, સમગ્ર હકીકત નગર પાલિકાને ધ્યાને આવતાં તેમણે આ મામલે છ બિલ્ડરોને નોટિસ આપી છે. ઉપરાંત સમગ્ર મામલે લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરી છે.

ખંભાતના શ્રીરંગ સોસાયટીથી માછીપુરા જવાના રસ્તાઓ પર લીલાવતી પાર્ક સોસાયટી આવેલી છે.જેનો રેવન્યુ સર્વે નંબર-71 આવેલો છે.જે સર્વે નંબરમાં મંજુર થયેલા નકશા મુજબ કોમન પ્લોટ આવેલા છે. જેમાં સલીયા બિલ્ડર દ્વારા જુદા જુદા ભાગ પાડી ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે.

આ કોમન પ્લોટમાં મંજૂરી વિના ગેરકાયદે બાંધકામ કરી દેતા ખંભાત નગરપાલિકાએ પંડયા શીતલ હર્ષદરાય, ખમાર ભાર્ગવી હેતકુમાર, ખમાર શોભના મહેશ, પ્રજાપતિ શિલ્પા રતિલાલ, અશોક ધનજી સલીયા, મંજુલા શાંતિલાલ પટેલને નોટિસ પાઠવી, બાંધકામ મંજૂરી, નકશા સહિતના પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.

બાંધકામ ગેરકાયદે જણાશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે, ભૂમાફિયા કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર સહિતની જમીનોની જગ્યાઓ વેચાણ કરી તેમજ ગેરકાયદે દુકાનો બનાવી વેચાણ કરનારા સામે આગામી સમયમાં લેન્ડ ગ્રેબિંગ મુજબની પણ ફરિયાદ કરવામાં આવશે, એમ ખંભાત નગરપાલિકાના પીડબલ્યુડી વિભાગના ચેરમેન રાજુભાઇ રાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...