તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ખંભાતમાં સુવિધાઓ પુરી પાડવા કોંગ્રેસના ધરણાં

ખંભાત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરોએ મીઠું પાણી-ટેક્ષમાં રાહત આપો તેવા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા

ખંભાતના નગરજનોને પીવાનું શુધ્ધ પાણી, રોડ, ગટર, સહિત પાયાની સુવિદ્યાઆેનો પ્રશ્ન શીરદર્દ સમાન બન્યો છે. ત્યારે ખંભાત કોગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ખંભાત નગર પાલિકા અને મામલતદાર કચેરી ખાતે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાઉન્સિલરો તેમજ કોગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી ભારે સુત્રોચ્ચાર કરીને પાલિકા પ્રમુખ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ખંભાતના નગરજનો માટે આજે પણ પીવાનું પાણી, રોડ, ગટર સહિત ટેક્ષ વધારા પ્રશ્નો શીરદર્દ બન્યા છે.વળી કોરોના કાળમાં ધંધા-રોજગારની મંદી વચ્ચે નગરજનોની કમર તૂટી પડી છે. તો વળી આર્થિક સંકટના વાદળોથી ઘેરાયેલા નાગરિકો પર ટ્રેન ભાડામાં પણ વધારો ઝીંકાતા પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. 4000 ટી.ડી.એસ વાળું પાણી નગરજનો પી રહ્યા છે.આવા અનેક પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખંભાત કોંગ્રેસ મેદાનમાં આવી છે.

મંગળવારે ખંભાત નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે ટ્રેનના ભાડામાં ઘટાડો કરો, મીઠું પાણી આપો સહિતના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર તેમજ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપી પ્રશ્નો ઉકેલવા રજુઆત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના ખુશમનભાઈ પટેલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા, સાવજસિંહ ગોહિલ, ઇફતેખાર યમની, શારદાબેન રાણા, સહિતના વિપક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્ષમાં રાહત નહિ તો ટેક્ષ નહિ ભરાય
દિવાળીના સમયે વેપારી અને મધ્યમવર્ગને ટેક્ષમાં વધારો કરી બીલો મોકલાશે.કોરોનાકાળમાં 30 થી 40 ટકા ટેક્ષમાં રાહત આપવા માટે વિપક્ષે રજુઆત કરી હતી છતાંય કોઈ બાબત શાસકપક્ષે ધ્યાનમાં લીધી નથી.ટેક્ષમાં રાહત અને મીઠું પાણી નહિ આપે તો ટેક્ષના બીલો નહિ ભરાય. ઉપરાંત તેની લડત લડવા આવનાર સમયમાં આંદોલન કરીશું. - નીતિનભાઇ બ્રહ્મભટ્ટ, કાઉન્સીલર, ખંભાત

અન્ય સમાચારો પણ છે...