'આપ'ના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા:ખંભાતમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન; 500થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં

ખંભાત11 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચારની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખંભાત ખાતે વાયના પાડાના નાકે કોંગ્રેસ દ્વારા 2022 વિધાનસભાની ચૂંટણીને લઈ મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચિરાગ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના નારાજ હોદ્દેદારો પાર્ટી સાથેની નારાજગીને લઈ કોંગ્રેસમાં જોડાયા હતા.

જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો
શહેરી વિસ્તારોમાં ખાટલા બેઠક યોજાઈઆમ આદમી પાર્ટીના આણંદ જિલ્લા સચિવ શૈલેષ પંડ્યા, વિનોદ મિસ્ત્રી ખંભાત તાલુકા સંગઠન મંત્રી નાઈરખાન પઠાણ સહ સંગઠન મંત્રી સહિત 100થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારના નગરા રાલે જ સહિતની વિધાનસભા બેઠકમાં આવતા ગામડાઓમાં પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં ખાટલા બેઠક યોજાઈ હતી તેમજ જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...