જીવન કલ્યાણ માટે યજ્ઞનું મહત્વ!:ખંભાતમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન; સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ

ખંભાત21 દિવસ પહેલા

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીનથી ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી પણ પોતાના હરિભક્તોને આજ્ઞા કરી છે કે, શ્રાવણ માસમાં શિવજીનું વિશેષ પૂજન-અર્ચન કરવું. ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ શ્રાવણ માસમાં ભગવાન શિવજીનું પૂજન-અર્જન આરતી વગેરે કરતાં અને નંદ સંતો અને એ વખતના હરિભક્તો પાસે પણ એ પ્રણાલી ચાલુ રાખતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન દરેક મંદિરોમાં શિવજીની વિશેષ પૂજન-અર્જન વિધિ કરવામાં આવે છે. ભગવાન શિવને રાજી કરવા ભજન-કીર્તન પણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખાતે શ્રાવણ માસમાં શનિવારી અમાસના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાતમાં રાણા ચકલા ખાતે આવેલા શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કોઠારી શ્રી વેદાંત વલ્લભ સ્વામીના સાનિધ્યમાં અને હરિભક્તોની ઉપસ્થિતિમાં માનવ જીવનનું કલ્યાણ થાય અને સૃષ્ટિ ઉપર નકારાત્મક ઉર્જાનું હકારાત્મક ઉર્જામાં પરિવર્તન થાય તેમજ સંસારના દુઃખો દૂર થાય અને ધર્મનું સ્થાપન થાય તે માટે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય યજ્ઞમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવમ વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, ખંભાત મંદિરના કોઠારી વેદાંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી ધર્મનંદનદાસજી, પુજારી ભક્તિનંદનદાસજી, હરિસ્વરૂપદાસજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...