તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરનો વિકાસ:મુખ્યમંત્રીએ ખંભાતમાં 12 કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ કરીને GIDC આપવાની મનસા વ્યક્ત કરી

ખંભાત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીએ 12 કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ કર્યાં - Divya Bhaskar
મુખ્યમંત્રીએ 12 કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ કર્યાં
 • રાજ્યમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓના વ્યાપથી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ છે: સીએમ રૂપાણી
 • ખંભાત નગરની પૂરાતન જાહોજલાલી અદ્યતન વિકાસ કામોથી પૂન: પ્રસ્થાપિત કરાશે

મધ્ય ગુજરાતના ખંભાતમાં દિવાળી પર્વની ભેટ રૂપે 12 કરોડના વિવિધ નગર વિકાસના કામોના ઈ-લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યાં હતાં. રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓનો વ્યાપ વિસ્તારી ઇઝ ઓફ લીવીંગ વધારવામાં આવશે.

મુખ્યમંત્રીએ ખંભાતને GIDC આપવાની મનસા વ્યક્ત કરી
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ 12 હજાર કરોડથી વધુ રકમનાં વિકાસ કામો પ્રજાને ચરણે ધર્યા છે. વિકાસની ગતિ આપણે અટકવા દીધી નથી. તાજેતરમાં જ વડાપ્રધાને ગિરનાર રોપ-વે, એશિયાની મોટી કાર્ડીયાક હોસ્પિટલ, રો-રો ફેરી સર્વિસ, કિસાન સૂર્યોદય યોજના અને આજે દિવાળીની ભેટ રૂપે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઇન્સ્ટીટયુટ એવા અનેક વિકાસ કામોની વણઝાર આપી છે. રૂપાણીએ ખંભાત નગરમાં પણ વિકાસ કામોની શૃંખલા ચાલુ રાખવાની નેમ દર્શાવતાં આવનારા દિવસોમાં ખંભાતને GIDC આપવાની પણ મનસા વ્યકત કરી હતી.

ખંભાતમાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ
ખંભાતમાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ

વિકાસ કામોથી ગુજરાતના લોકોની સુખાકારી વધારી
રૂપાણીએ કહ્યું કે, નગરો-ગામોમાં નલ સે જલ, ઘર-ઘર શૌચાલય, ગેસના ચૂલા આપીને રસોડામાં ધૂમાડા મુકિત જેવા સામુદાયિક વિકાસ કામોથી ગુજરાતમાં લોકોની સુખાકારી વધારી છે. ગાંધી અને સરદાર સાહેબના ગુજરાતમાં સુરક્ષા, શાંતિ, સલામતિ પણ જળવાઇ રહે તે માટે સરકારે ગુંડાગર્દી વિરોધી કાનૂન, ગૌહત્યા કરનારા, દારૂની પ્રવૃત્તિ કરનારા કે ચેન સ્નેચીંગ કરનારા સહિતના અસામાજીક તત્વો સામે સખ્તાઇથી પેશ આવતા કાયદાઓના ચુસ્ત અમલમાં પણ ગુજરાત અગ્રીમ છે.

કોરોના સંક્રમણથી સાવચેત રહેવા અનુરોધ
રૂપાણીએ ખંભાતની જૈનતીર્થ ક્ષેત્ર તરીકેની પૂરાતન જાહોજલાલી પૂન: પ્રસ્થાપિત થાય તે માટે નગરપાલિકાને આ વિકાસ કામો સહિત વધુને વધુ જનહિત કાર્યોને વેગવંતા બનાવવા અનુરોધ કર્યો હતો. રૂપાણીએ રાજ્યના નગરો-ગામોમાં હવે ઇન્ટરનેટ સુવિધા સાથે ડિજિટલ સેવાસેતુના માધ્યમથી લોકોને ઘર આંગણે જ વિવિધ પ્રમાણપત્રો, દાખલાઓ ફેઇસ લેશ મળી જાય છે તેની પણ ભૂમિકા સમજાવી હતી. રૂપાણીએ દિપાવલીના પર્વોમાં નાગરિકોને તહેવારો-ઉત્સવો ઉમંગથી ઉજવવા સાથે કોરોના સંક્રમણ સામે પણ સાવચેત રહેવા ખાસ અનુગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો