પોલીસ તપાસ માટે ગઈ તો ટોળું એકત્ર થયું:ખંભાતમાં ચાઈનીઝ દોરીની તપાસ માટે ગયેલી પોલીસ સાથે ધક્કા મુક્કી; એક પોલીસ જવાન ઘાયલ

ખંભાતએક મહિનો પહેલા

ખંભાતના કંસારી ખાતે પ્રજાપતિ વાસમાં ચાઈનીઝ દોરીની તપાસ માટે ગયેલી પોલીસ સાથે પિતા પુત્ર સહીત ટોળાએ ધક્કા મુક્કી કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. એક પોલીસ જવાનને આંગળીના ભાગે ઈજા થવા પામી હતી. આ અંગે ખંભાત પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા સૂત્રો ગતિમાન કર્યા છે.

રૂકાવટનો કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બસ સ્ટેન્ડના પાછળ આવેલા વખારીયા મેન્સન ખાતે સાહિલ સુરેશ ચુનારાને ચાઈનીઝ દોરીના એક ફિરકા સાથે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા ફિરકો તે કંસારી પ્રજાપતિ વાસમાં રહેતા કીર્તન મહેન્દ્ર પ્રજાપતિ પાસે લાવ્યો હોવાનું કબુલાત કરી હતી. તેથી પોલીસ જવાનો ભુપત એલ.આર.ડી સંજય કુમાર સહિત અન્ય રાત્રીના સવા નવેક વાગ્યાના સુમારે પ્રજાપતિ વાસમાં પહોંચ્યા હતા. જ્યાં કીર્તનને તપાસ માટે પોલીસ સાથે આવવાનું કહેતા જ ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું અને કીર્તનના પિતા વચ્ચે પડીને તેને ગમે તેમ બોલ્યા હતા. મેં ચાઈનીઝ દોરીની ફીરકી આપેલી નથી, અમારું નામ ખોટું લખાવ્યું છે, તેમ જણાવી ધક્કા મૂકી કરતાં સંજયને જમણા હાથ અને અંગૂઠા ઉપર ઇજાઓ થવા પામી હતી. દરમિયાન ધક્કા મૂકીનો લાભ લઈને કીર્તન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંગે પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...