આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા ટીટેનસ (ધનુર) અને મોટી ઉંમરના બાળકોમાં થતો ડીપ્થેરિયા (ગળાનો ગંભીર ચેપી રોગ)ટીડી વેક્સિનએ ટીટેનસ અને ડીપ્થેરિયાનું સંયોજન છે. જે મોટા બાળકો અને પુખ્ત વયના લોકો માટે જરૂરી છે. જેને લઇ 10 અને 16 વર્ષની વયના તમામ કિશોરોને આ વેકસીન શાળા કક્ષાએથી આપવાનું સરકાર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ખંભાતમાં 7000થી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે
જે અંતર્ગત આણંદ જિલ્લાના ખંભાતમાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલથી તાલુકામાં ટીડી વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનીષ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ડો.ચિરાગ રાણા ડો.ધારા પરમાર ડોક્ટર હેમલ સહિત સુપરવાઇઝર શિલ્પાબેન પટેલ તાલુકા હેલ્થ વિઝીટર હંસાબેન દ્વારા ધોરણ 6 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની ટીડી10 અને ટીડી16નું રસીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડોક્ટર ચિરાગ રાણાએ જણાવ્યું હતું કે, ખંભાતમાં કુલ 7000થી વધુ વિદ્યાર્થીઓને આ વેક્સિન આપવામાં આવશે.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો
આ કાર્યક્રમનો પ્રારંભ આરોગ્ય અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો.ધારા પરમાર દ્વારા ટી ડી વેક્સિન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ડો.ચિરાગ રાણા દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમાર સુપરવાઇઝર સી.સી.પટેલ શૈલેષ રાઠોડ રાજેશ પરમાર જે એચ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ઇન્ચાર્જ આચાર્ય એ.વી. પરમારે આવકાર પ્રવચન કર્યું હતું. આભાર વિધિ શાળાના સુપરવાઇઝર સી.સી.પટેલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલ શાહે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.