વિદ્યાર્થીઓએ ભજવી શિક્ષકની ભૂમિકા:ખંભાતમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી; શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોનું સન્માન કરાયું

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જાયન્ટ ગ્રુપ ઓફ કેમ્બે દ્વારા ખંભાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષક, પ્રિન્સિપાલ, ક્લાર્ક, તેમજ સેવક તરીકેની સુંદર ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ શિસ્તના પાઠ શીખવ્યા. ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલ, એસ.ડી કાપડિયા હાઈસ્કૂલ, એસ ઝેડ વાઘેલા હાઈસ્કૂલ, એસ કે વાઘેલા હાઇસ્કૂલ, બી.વી. પટેલ હાઇસ્કુલ, એમટી હાઈસ્કૂલ, ગવારા તાલુકા શાળા, શકુંતલા કાંતિલાલ વાઘેલા કન્યાશાળા જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષક બની સુચારું આયોજન હાથ ધર્યું

રસિકલાલ નટવરલાલ પરીખ ઓડિટોરિયમ કોલેજ કેમ્પસ ખાતે જાયન્ટ ગ્રુપ દ્વારા શિક્ષણ દિન નિમિત્તે વિવિધ એજ્યુકેશન સોસાયટી તેમજ કેળવણી મંડળનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના મહારાજ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. અને ખંભાતની 100 વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોનું શિક્ષક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...