'સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર':ખંભાત સાગર ભારતી અંતર્ગત અભિયાન શરૂ કરાયું; 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરાયું

ખંભાત20 દિવસ પહેલા

ભારતના સાગરનો એક સમુદ્રી ઇતિહાસ છે. સમુદ્ર શાસ્ત્રોમાં તેની વાતનો ઉલ્લેખ જોવા મળે છે. સર્વ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. ભારતીય પુરાણોમાં મહાસાગરો સમુદ્રો અને નદીઓના સંબંધોના ઘણા ઉલ્લેખ જોવા મળે છે.

આ અભિયાનમાં ભારત સરકારના જમીન વિભાગ વિજ્ઞાનના મંત્રાલય એમ.ઓઈ.એસ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એમ.ઓ.ઈ.એફ.સી.સી, રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ, તટ રક્ષક દળ, કોસ્ટ ગાર્ડ, રાષ્ટ્રીય આપદા દળ, એન.ડી.આર.એફ, જાગરણ મંચ વગેરે જોડાવાના છે.

આ અભિયાન વિશ્વમાં આ પ્રકારનું સૌ પ્રથમ અને સૌથી લાંબી કોસ્ટલ ક્લીન અપ અભિયાન હશે. જેમાં સૌથી વધુ સંખ્યામાં લોકો ભાગ લેશે. સામાન્ય માણસની ભાગીદારી માત્ર દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોની સમૃદ્ધિ માટે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગરનો સંદેશ આપશે.

બોરસદ અને ખંભાત ના 23 ગામોનો 60 કિલોમીટર પટ સ્વચ્છ કરવાનું નક્કી કરવામાં આવ્યું
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશભરમાં 3 જુલાઈથી 17 સપ્ટેમ્બર સુધી દેશભરમાં પથરાયેલા 7500 કિલોમીટરના દરિયા કિનારેના પટને સ્વચ્છ સાગર સુરક્ષિત સ્વાગરના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વેદો, પુરાણોમાં સમુદ્રનું જે મહિમા લખાયેલ છે તે વિકાસની દોડમાં આજે ભુલાઈ ગયો છે અને સમુદ્રી પર્યાવરણ ઉપર ભારે ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં જૈવ વિજ્ઞાન, પર્યાવરણ અને અર્થ વ્યવસ્થાને સીધો સંબંધ છે. તે મહિમાને તાજો કરી લોકોમાં સમુદ્ર પ્રત્યે જાગૃતિ વધે તે સાથે તમામ સાગર કિનારાઓ પ્લાસ્ટિક મુક્ત બને અને કુદરતી રીતે પર્યાવરણ બચે તેમજ દરિયાઈ જીવ સૃષ્ટિ પણ બચી રહે તે માટે આજ રોજ ખંભાત ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન હેઠળ સાગર ભારતી આણંદ જિલ્લાના હિરેન પંડ્યા જિલ્લા સંયોજકની હાજરીમાં સ્વચ્છ સાગર અભિયાન હેઠળ ખંભાતથી શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...