ખંભાત ખાતે એસ.ટી કાપડિયા હાઇસ્કુલનો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. મૌતિક રંગભૂમિ પર કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસડી કાપડિયા હાઇસ્કુલનો રંગારંગ અને ભવ્યાતી ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ચિરાગ પટેલ, અધ્યક્ષ તરીકે વિનુ ભરવાડ, રત્ના ટ્રેક્ટર પ્રોપર રાઇટર ઉદ્દઘાટક હેતલ કૃષ્ણભાઈ પટેલ તેમજ એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારો, ભગીની શાળાના આચાર્યો વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.
માતૃ વંદનાની ઝાંખી કરતી કૃતિઓની રજૂ કરી
નિર્ધારિત કાર્યક્રમ સમય મર્યાદામાં શરૂ થઈ અને સમય મર્યાદામાં પૂર્ણ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં નારી સશક્તિકરણને કેન્દ્રમાં રાખી કુલ 15 કૃતિઓ યોજાઇ હતી.0 જેમાં બેટી બચાવો દેશભક્તિ સોશિયલ મીડિયા અવરનેસ વુમન એમ્પાવર incredible india અને માતૃ વંદનાની ઝાંખી કરતી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. શાળાના કુલ 350 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય જ્યોત્સના તેમજ ઇન્ચાર્જ આચાર્ય તેજસ શાહે અને શાળા પરિવારની જહેમતથી સમગ્ર કાર્યક્રમ સુપેરે પાર પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.