નવા દવાખાનાનું ઉદઘાટન કયારે થશે?:ખંભાતમાં પશુ દવાખાનું જર્જરિત હાલતમા; નવું દવાખાનું કેમ ચાલુ નથી થતું તે ચર્ચાનો વિષય બન્યો

ખંભાત6 દિવસ પહેલા
  • પશુ સારવાર સાથે પશુપાલન માટેની સહાય માટેની જાણકારી પણ આપવામાં આવે છે.
  • ઘવાયેલા પક્ષીઓને પણ સારવાર આપવામાં આવે છે.

આણંદ જિલ્લાના ખંભાત ખાતે વર્ષો પહેલા બનેલુ પશુદવાખાના મકાનમાં છતના પોપડા પડવાની અને જર્જરિત બની ભંગાર હાલતમાં ફેરવાય ગયું. તેમ છતાં કર્મચારીઓને જીવને જોખમે કામ કરવું પડે છે.

તાલુકા મથકનું પશુ દવાખાનું એક જ ડોકટરથી ચાલે છે
55 ગામડાની વચ્ચે તાલુકા મથકનું પશુ દવાખાનું અને એક માત્ર ડોકટરથી ચાલે છે. ત્યારે પશુપાલકોને કેટલી અને કેવી સારવાર મળતી હશે તે પણ એક સવાલ છે. જોકે ખંભાત ખાતે આધુનિક ટેકનોલોજીની સારવાર મળે તેવું પશુ દવાખાનું બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં ક્યાં કારણોસર તે ચાલુ કરવાં નથી આવતું તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

જર્જરિત મકાનની દૂર દશા જોવા મળી
આજ રોજ પશુ દવાખાનાની મુલાકાત ભાસ્કરની દ્વારા લેતા જર્જરિત મકાનની દૂર દશા જોવા મળી હતી. કર્મચારીઓ જે જગ્યાએ બેસીની કામ કરે છે તેની છત ઉપરના મોટા મોટા પોપડા તૂટી પડેલા નજરે જોવા મળ્યા હતા. મુલાકાત દરમ્યાન જ ડ્રિમ વર્લ્ડ ફાઉન્ડેશનના કાર્યકર રાજેન્દ્ર વાઘેલા એક ઘવાયેલા કબૂતર લઈને સારવાર માટે લાવેલા જેને ડો. ડી.પી.ચૌહાણે સારવાર આપી હતી. તે દરમ્યાન કયા કયા પશુ-પક્ષીઓને કેવી સારવાર આપવામાં છે તેની જાણકારી મેળવી હતી.

નવું દવાખાનું તૈયાર હોવા છતાં કેમ ઉદ્દઘાટન કરાતું નથી
જેમાં તેમળે જાણવ્યું કે, તમામ પ્રકારની સારવાર મળી શકે છે. પણ તકલીફ એ છે આખા તાલુકા મથકે માત્ર એકજ ડોકટરની નિમણૂક થઈ છે અને જૂના દવાખાનામાં ક્યારે પોપડા પડે તે ચિંતામાં ડરતા ડરતા ફરજ બજાવવી પડે છે. તો નવું દવાખાનું તૈયાર હોવા છતાં કેમ ઉદ્દઘાટન નથી કરાતું એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...