આંગણવાડી બહેનો હડતાળ પર:ખંભાત ખાતે આંગણવાડી બહેનો 3 દિવસની હડતાળ પર, આ સમય દરમિયાન તેઓ કામથી અળગા રહેશે

ખંભાત20 દિવસ પહેલા

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતની આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોના પાયાના પ્રશ્નો અંગે રજુઆત કરાઈ હતી. ત્યારબાદ નિર્ણાયક બેઠક ભરવા છતાંય સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કે નિર્ણય ન લેવાતા આખરે આંગણવાડી બહેનોને ન છૂટકે વ્યાપક આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તારીખ 12 થી 14 સુધી ત્રણ દિવસ આંગણવાડી બહેનો કામથી અળગા રહેશે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનને ખૂબ ધીરજ દાખવી અને જવાબદારી પૂર્વક કામ કર્યું. તારીખ 10 સુધી કોઈ નિર્ણાયક બેઠક યોજાશે તેના માટે સંયમ રાખી રાહ જોઈ યુનિયન સાથે જોડાયેલા હજારો બહેનોને 10 તારીખ સુધી નિર્ણય કરીશું તેવી વાત સમજાવી હતી. ત્યારે હજુ સુધી કોઈપણ જાતનો નિર્ણય કરવામાં આવ્યો નથી કે નિર્ણાયક બેઠક પણ યોજવામાં આવી નથી. જ્યારે સરકારે જાન્યુઆરી 2022થી અત્યાર સુધી કોઈપણ જાતનો નિર્ણય કર્યો નથી.

આ કારણે યુનિયનને 10 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ફરજ પડી છે. ત્યારે તબક્કા વાર કાર્યક્રમ કરાશે, તેમ છતાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું વલણ હકારાત્મક અને પોઝિટિવ છે અને આ સાથે નિર્ણાયક બેઠક યોજવા માટે તરફેણ પણ કરે છે.

અલ્ટીમેટમ છતાં કોઇ પગલાં ન લેવાતા નિર્ણય
રાજ્યની 40 હજાર આશા વર્કર અને ફેસિલિએટર બહેનો પણ આ હડતાળમાં જોડાઇને વિરોધ કરશે. સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનની એક બેઠકમાં નિર્ણય કરાયા બાદ સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આખરે તા. 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની સાંકેતીક હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની એક લાખ આંગણવાડી બહેનો, ચાલીસ હજાર આશા વર્કર અને ફેસીલીએટર બહેનો હડતાલ પર રહેશે.

અન્ય સમાચારો પણ છે...