પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબમાં ટળેલી ધાત અને સુરક્ષામાં ચૂકમાં કોંગ્રેસ સરકારનો હાથ હોવાના આક્ષેપ સાથે ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પાચમી જાન્યુઆરીના રોજ પંજાબ રાજ્યના ફિરોઝપુર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષામાં મોટી ખામી દેખાઇ હતી. આ ઘટનાના માત્ર દેશ નહી દુનિયામાં પણ પડઘા પડયા છે. ભાજપ દ્વારા ઠેરઠેર આ ઘટના અંગે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે આણંદ ભાજપ કિસાન મોરચા દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષા ચૂકનો રાષ્ટ્રવ્યાપી વિરોધ કરાઈ રહ્યો છે. ભાજપ કિસાન મોરચા દ્વારા આણંદ ટાઉનહોલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સમક્ષ પંજાબની કોંગ્રેસ સરકારની આ નીતિ રીતિ અને કૃત્યને વખોડવા ઘરણાના કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
આ અંગે કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ કેતનભાઈ પટેલે પંજાબ કોંગ્રેસ સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતું કે પંજાબ સરકાર દ્વારા પ્રધાનમંત્રી નો જીવ જોખમાય તે રીતે સુરક્ષામાં છીંડા અસલામત પોલીસ વ્યવસ્થા છતી થઈ હતી.જે પંજાબ સરકારની રાજકીય કિન્નખોરીનો અમો કિસાન મોરચા વિરોધ કરી રહ્યા છે.
આ મુદ્દે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશની જનતા પંજાબ સરકારની આ નીતિ રીતિનો વિરોધ કરી રહી છે. આજે 130 કરોડ નાગરિકો પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આણંદ જિલ્લા કિસાન મોરચા દ્વારા યોજાવામાં આવેલ આ કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઇ પટેલ (બકાભાઇ) આણંદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કેતનભાઈ પટેલ, આણંદ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, આણંદ શહેર મહામંત્રી ડો. સ્વપ્નિલ પટેલ, નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ ઉપ પ્રમુખ છાયાબા ઝાલા, કારોબારી ચેરમેન સચિન પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિક પટેલ, શહેર અને જિલ્લામાં થી આવેલ વિવિધ સંગઠનો ના હોદેદારો સાથે આણંદ નગરપાલિકા કાઉન્સીલરો અને મોટી સંખ્યામાં પક્ષ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.