ફરિયાદ:છેડતી કર્યાની ફરિયાદ બાદ વાતાવરણ ડહોળવા પ્રયાસ

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી
  • ખંભાતના દડીબા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ

ખંભાતના મીઠાપાટ મૂખી ફળિયા ખાતે રહેતી યુવતીની ફરિયાદ અનુસાર ગામના આરોપી આકિબજાવેદ મોહમ્મદ શેખ તથા બીજો એક ઈસમે ભેગા થઈ યુવતીનો અવાર-નવાર પીછો કરી હેરાન પરેશાન કરતા યુવતીએ આ બાબતે પતિને જાણ કરી હતી.

જેથી પતિ દ્વારા આરોપીઓને ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી તથા ફરિયાદી તથા સહાયદો સાથે ઝઘડો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીની ફરિયાદને આધારે બે ઇસમ સામે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધ્યો.

બીજી તરફ ખંભાતના દડીબા તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી કોઈ ટીખલ ખોર દ્વારા વાતાવરણ દોહળવા તેમજ લોકોમાં ભય ફેલાવવા સારું રાતના સુમારે એકલદોકલ પથ્થરો નાખી શહેરનું વાતાવરણ બગાડવાની કોશિશ કરતા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરી ટીખલ ખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પણ છોકરીઅોની મશ્કરી બાબતે બે કોમ વચ્ચે મારામારીના બનાવો બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...