વેપારીઓમાં ખુશીની લહેર:ખંભાતમાં કોરોનાના બે વર્ષ બાદ લોકોમાં ભારે ઉત્સાહ; દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો

ખંભાત2 મહિનો પહેલા

કોરોનાને કારણે બે વર્ષથી બજારો બંધ રહ્યા હતા, જેના કારણે વેપારીઓ અને ખરીદદારો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. પરંતુ હવે કોરોના ઓછો થઈ જતા અને સરકારની ગાઈડ લાઈન પણ હળવી બનતા લોકો ખરીદી કરવા નીકળતા બજારોની રોનક પાછી આવી રહી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં પણ ધીરે ધીરે ખરીદી માટે લોકો નીકળતા બે વર્ષ બાદ બજારોમાં ભીડ દેખાતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

ખંભાતમાં દિવાળી નિમિતે મેળાનું આયોજન કરાતા લોકો ખરીદી માટે બજારોમાં જતા રોનક જોવા મળી રહી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાતના બજારો સાકડા હોવાથી અને રોડ પર પથારાવાળાને કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે ટ્રાફિક માટે પોલીસ દ્વારા પણ નિયંત્રણ કરવામાં આવે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...