દુર્ઘટના:ખંભાતના નેજામાં તાડના ઝાડ પરથી યુવક નીચે પટકાતાં મોત

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અચાનક બેલેન્સ ગુમાવતાં નીચે પટકાયો હતો

ખંભાતના નેજા ખાતે આવેલા ખેતરમાં વહેલી સવારે તાડફળી ઉતારવા તાડના ઝાડ પર કતકપુરનો 22 વર્ષીય યુવક ચડ્યો હતો. તે સમય દરમિયાન ઊંચા તાડના ઝાડ પર અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના ડોકટરે મૃતજાહેર કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત તાલુકના નેજા ખાતે આવેલા ખેતરમાં વહેલી સવારે કતકપુરનો ૨૨ વર્ષીય મિતેષ ઠાકોર તાડી ઉતારમાં તાડના ઝાડ પર ચડ્યો હતો.

તે સમય દરમિયાન ઊંચા તાડના ઝાડ પર અચાનક બેલેન્સ ગુમાવતા યુવક 30 થી 40 ફૂટ ઉચેથી પટકાતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દ્રશ્ય જોઇને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. આ અંગે ખંભાત રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...