ખંભાત કોલેજ ખાતે આવેલ શ્રી શરદ કુમાર હાં સોટી અને મંજુલાબેન હાં સોટી વાનીજ્યા અનુસ્નાતક ભવન યોજાયો તેમાં કોલેજના પ્રિન્સિપલ ડો વસીસ્ટ દ્વિવેદીની પ્રેરક ઉપસ્થિતિ અને એમ કોમ ના વિભાગીય વડા ડૉ હસન રાણાના માર્ગદર્શન હેઠળ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રુપે એક પાંચ દિવસીય 'રાખી મેકિંગ' વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 100 જેટલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા રંગ અને આકારની 3000 ઉપરાંત રાખડીઓ બનાવી હતી.
આ પ્રસંગે વિગતે માહિતી આપતા આચાર્ય વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમર્સના વિદ્યાર્થીઓને વેપાર કેવી રીતે થાય તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે હેતુથી આયોજન કરાયું હતું. વિદ્યાર્થી કાચા માલની ખરીદી, બજારની હરીફાઈ, વસ્તુની ગુણવત્તા, ગ્રાહકનો સંતોષ, વસ્તુની મુલ્ય વૃદ્ધિ , વસ્તુનું વેચાણ અને નાણાકીય પત્રકોનો ખ્યાલ આવી શકશે.
વિદ્યાર્થીઓ થિયરી સાથે ધંધો કેવી રીતે કરવો તે પણ સમજે- સેક્રેટરી
ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરી ડૉ. બંકિમ ચંદ્ર વ્યાસ સાહેબે જણાવ્યું કે વિદ્યાર્થી કોમર્સની થિયરી તો ભણે છે પણ આવી પ્રવૃતિ દ્વારા ધંધાને સારી રીતે સમજી શકે છે ઉપરાંત આવા માઇક્રો ફાઇનાન્સના કામો થકી ઘરે બેઠા થોડું-થોડું કામ કરી પોતાના પરિવારને મદદરુપ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થી દ્વારા વેચાણ કરેલ રાખડીઓની કુલ આવક ને ભારતીય સૈન્ય ફાળામાં દાન આપી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે. આ પ્રસંગે શહેર પી એસ આઈ દેસાઈ ,હેમંત ભાઈ વગેરે દ્વારા વિદ્યાર્થીઓ ની આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. દેસાઈ સાહેબે જણાવ્યું હતું કે આવી પ્રવૃતિ થકી વિદ્યાર્થીની રાષ્ટ્ર ભાવના પ્રબળ બને છે જે તેમજ બધા ધર્મ અને સમાજના લોકો સાથે મળી કામ કરતા હોય ભાઈચારાને એકતા જળવાઈ રહે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રોફેસર ભીખુભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. મિત્તલ ગોસ્વામી અને અધ્યાપક જીજ્ઞેશ વેગડાએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.