દૂધ મંડળીમાં નાણાકીય ઉપાચત:ખંભાતના કાણીસા ગામે દૂધ મંડળીના પૂર્વ ચેર સેક્રેટરી દ્વારા બે લાખથી વધુની ઉચાપોચ કરતા પોલીસ ફરિયાદ

ખંભાત2 મહિનો પહેલા

ખંભાતના કાણીસા ગામના દૂધ ઉત્પાદક મંડળીના વર્તમાન ચેરમેન ભુપત મેલા ચૌહાણે આપેલી ફરિયાદ અનુસાર પૂર્વ સેક્રેટરી ચંદુ હિંમત ચૌહાણે તારીખ 01/10/2009થી 30/11/2010 સુધી મંડળીમાં સેક્રેટરીની ફરજો બજાવી હતી. જે દરમિયાન તેઓની વ્યવસ્થાપક કમિટીના બેઠકમાં ઠરાવ નંબર પાંચથી તેઓની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં તેઓએ સત્તાનો દુરુપયોગ કરી 2,51,911 રૂપિયાની હંગામી ઉચાપત કરેલી હોવાનું સામે આવતા વર્તમાન ચેરમેન દ્વારા પોલીસ ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર કૌભાંડ ઓડિટથી સામે આવતા પૂર્વ સેક્રેટરી સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પૂર્વ સેક્રેટરી દ્વારા સરવૈયા મુજબ અમુલદાન રૂ.1,30,463, મિનરલ સ્ટોક 12,580, મેડીકેર સ્ટોક 10,000, બિયારણ સ્ટોક 8495, સ્પેશિયલ વિઝીટ 182, પશુ વીમા પ્રીમિયમ 15,000, પશુ વીમા ક્લેમ 50,000, બંધ સિલક સહિતના હિસાબોમાં ગોટાળો કર્યો હોવાનું ઓડિટમાં સામે આવતા આઈપીસી કલમ 408 હેઠળ પૂર્વ સેક્રેટરી ચંદુ હિંમત ચૌહાણ સામે રહે. કાણીસા દૂધ મંડળીના માજી સેક્રેટરી સામે ખંભાત ગ્રામજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...