વિઘ્નહર્તાના વિસર્જનની તૈયારી:ખંભાતમાં ગણેશ વિસર્જન નિમિતે શહેરમાં સુલેહ અને શાંતિ જાળવવા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું

ખંભાતએક મહિનો પહેલા

આણંદ જિલ્લાના ખંભાતમાં આવનાર દિવસોમાં ગણેશ વિસર્જન નિમિતે શહેરમાં શાંતિ જળવાઈ રહે લોકો ભાઈચારાની ભાવનાથી વિસર્જન કરે કોઈપણ પ્રકારના ઉશ્કેરણી જનક મેસેજો વાયરલ ન થાય શહેરની શાંતિ જળવાય તેમજ કોઈપણ કોમી છમકલા ન સર્જાય તે હેતુથી ખંભાત પોલીસ દ્વારા બંને જૂથના અગ્રણીઓ તેમજ નગરપાલિકા કાઉન્સિલરો શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ કાફલા સાથે શહેરમાં ફ્લેગ માર્ચ હાથ ધરાઈ
ખંભાતમાં શાંતિ જળવાય તેમજ લોકો શાંત માહોલમાં ગણેશ વિસર્જન કરે કોઈ અનિચ્છિય બનાવ ન બને તે હેતુથી એએસપી અભિષેક ગુપ્તા તેમજ ખંભાત મામલતદાર મનુભાઈ હીહોર પી.આઇની અધ્યક્ષતામાં સ્થાનિક નેતાઓની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગનો મુખ્ય હેતુ શહેરમાં કાયમી ધોરણે શાંતિ જળવાય લોકો ભાઇચારાની ભાવનાથી હળી મળી ને રહે તે માટે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા અનુરોધ
આ પ્રસંગે એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ખંભાતમાં 200થી વધુ નાના-મોટા સાર્વજનિક ગણેશજીના પંડાલ આવેલા છે. ખંભાતમાં દસ દિવસે વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જનના તહેવાર ટાણે શહેરમાં શાંતિ જળવાઈ કોઈપણ પ્રકારના ઉસકેણી જનક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેની કાળજી રાખવાની છે. હિન્દુ અને મુસ્લિમ સમાજ બંને શાંતિપ્રિય માહોલમાં તહેવારોની ઉજવણી કરે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતા મેસેજ વાયરલ ન કરે. પ્રજામાં ખોટો સંદેશ ન જાય તેમજ કોઈપણ પ્રકારના ભડકાઉ મેસેજ ન થાય તે અત્યંત આવશ્યક છે.

દોષિતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું જણાવ્યું કે, અમારી સાયબર ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ખાસ કરીને લોકોએ પણ પોલીસને સાથ અને સહકાર આપવો જોઈએ. બે ત્રણ દિવસ પહેલા ખંભાતના સોશિયલ મીડિયામાં ફેલાયેલા સોશિયલ મીડિયાના મેસેજને લઈને તાત્કાલિક ધોરણે એફઆઇઆર દરજ કરવામાં આવી છે. આ ઘટનામાં જે દોષિત ઠરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના ભડકાવ ઉસકેણી જનક મેસેજ વાયરલ કરવા નહીં.

આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર શહેર ભાજપ પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ નગરપાલિકા નગરપાલિકા પવડી ચેરમેન રાજેશ રાણા, નગરપાલિકા કાઉન્સિલર ખૂશ્મનભાઈ પટેલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ભારતીબેન રાણા નારણભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...