વીજ કંપનીની બેદરકારી:ખેતરમાં કિશોર પર જીવતો વીજ વાયર પડતા માથુ ધડથી અલગ

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુણેજ ગામે ઘાસ લેવા ગયેલો કિશોર દુર્ઘટનાનો ભોગ
  • લોકોના ટોળા ઉમટ્યા, વીજ કંપનીની બેદરકારી સામે રોષ

ખંભાત તાલુકાના લુણેજ ગામે 17 વર્ષનો કિશોર ખેતરમાં ઘાસ લેવા ગયો હતો તે દરમિયાન જીઈબીના ચાલુ વાયર યુવક પર પડતા યુવકનું માથું ધડથી અલગ થઈ જવા પામ્યું હતું લુણેજમાં રહેતો ધોરણ 10માં અભ્યાસ કરતો વનરાજભાઈ રાજાભાઈ ભરવાડ નામનો યુવક રવિવારે સવારે ખેતરમાં ઘાસ લેવા ગયો હતો. ત્યારે વીજ વાયર તૂટીને પડતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભરવાડ સમાજના ટોળેટોળા ઘટના સ્થળે આવી ગયા હતા. ઘટનાની જાણ ખંભાતના ધારાસભ્યને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તંત્રના અધિકારીઓ ઘટના બાદ પણ ઘટના સ્થળ પર ના પહોંચતા ધારાસભ્ય દ્વારા તંત્રનો ઉધડો લીધો હતો. તંત્રની બેદરકારીને લઈ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા જે કોઈ સંડોવેલ અધિકારી કર્મચારી નહીં છોડવાની ખાતરી આપી હતી તેમજ પોલીસ વિભાગને ઘટના સંદર્ભે કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવવા તાકીદ કરી હતી.

બીજી તરફ સરપંચ તથા ગામજનો દ્વારા વારંવાર રજૂઆતો કર્યા હોવા છતાં તંત્ર દ્વારા વાયરના મેન્ટેનન્સનું કોઈ કામગીરી કરવામાં નહોતી આવી થોડા સમય પહેલા જ ગાયોને કરંટ લાગતા ગાયોનું મોત નિપજ્યું હતું છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું હતું અને તંત્રની બેદરકારીના જ કારણે આજે આ 17 વર્ષીય કિશોરને અકસ્માત નડ્યો હતો જેને લઈને પોલીસ વિભાગને જાણ કરી સમગ્ર મામલે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...