70 વર્ષના પૂજારીની કામલીલા:ખંભાતના ધુવારણમાં ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે દુ:ખ દૂર કરવાનું કહી અનેક મહિલાને વાસનાનો શિકાર બનાવી

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરનાર અમરનાથ વેદાંતીનાં કરતૂતો પરથી પડદો ઊઠ્યો
  • દર્શન કરવા આવતી મહિલાને અંદર રૂમમાં લઈ ગયા બાદ અડપલા કરતો, વિરોધ કરે તો ધમકાવી કાઢી મૂકતો હતો
  • ગરીબ પરિવારની, નિ:સંતાન કે પછી પતિ દારૂડિયો હોય તેવી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો

ખંભાતના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સાઈબર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલભેગો કર્યો છે પરંતુ બીજી તરફ આરોપી પૂજારીની કામલીલા માત્ર એક સગીરા પૂરતી જ નથી.પરંતુ તેણે અનેક સગીરા અને મહિલાઓ સાથે કરતૂતો આચર્યા હોવાનું લોકો કહી રહ્યા છે.

ટીવી-એસી સાથેની વૈભવી કુટિર
ટીવી-એસી સાથેની વૈભવી કુટિર

દુ:ખ દૂર કરી આપવાનું કહીને લંપટ પૂજારી કામવાસના સંતોષતો
ગરીબ પરિવારની અને નિઃસંતાન મહિલાઓને દુ:ખ દૂર કરી આપવાનું કહીને લંપટ પૂજારી કામવાસના સંતોષતો હતો. જો પોલીસ આ દિશામાં તપાસ કરે તો અનેક કરતૂતોનો પર્દાફાશ થાય તેમ છે. વર્ષ 2007માં ઉત્તરપ્રદેશથી અહીં આવીને વસેલા અમરનાથે આવ્યા પછીના ત્રણ વર્ષમાં જ તે જ્યાં રહેતો હતો તે સ્થળની કાયાપલટ કરી નાંખી હતી. ભક્તોના પૈસે ઐયાશી કરતાં પૂજારીએ રૂમની અંદર ત્રણ રૂમો બનાવી છે. જ્યાં માત્ર મહિલાઓને જવાની પરવાનગી હતી. રૂમના દરવાજા અને બારીઓને કાળી ફિલ્મ લગાવી હતી.

દરવાજે કાળી ફિલ્મ
દરવાજે કાળી ફિલ્મ

તેના રૂમમાં તેણે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા નહોતા
ઉપરાંત સમગ્ર મંદિર અને તેના રહેઠાણમાં તેણે સીસીટીવી કેમેરા મૂકાવ્યા હતા. જેને પગલે બહારથી આવેલી વ્યક્તિઓને તે જોઈ શકે. જ્યારે તેની રૂમમાં તેણે સીસીટીવી કેમેરા લગાવ્યા નહોતા. ડનલોપના ગાદલાં, બે એલઈડી ટીવી અને એસી સાથેની સંપૂર્ણ સજાવટ સાથેની રૂમમાં રહેતા આ પૂજારી જ્યારે પણ કોઈ મહિલા મંદિરે દર્શન કરવા આવતી ત્યારે તે અંદર રૂમમાં લઈ જતો હતો અને તેની સમગ્ર હકીકત જાણી લેતો હતો. સામાન્ય રીતે તે ગરીબ પરિવારની, નિ:સંતાન કે પછી પતિ દારૂડિયો હોય તેવી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. નિ:સંતાન મહિલાઓને બાધા રખાવતો હતો. પગે પડેલી મહિલાઓની પીઠ પર મોરપીંછની સાવરણી ફેરવી આશીર્વાદ આપી વશમાં કરી લેતો હતો. આ સમયે શારીરિક અડપલાં કર્યા બાદ વિરોધ ન કરે તો શિકાર બનાવતો હતો.

ખોરી દાનત : પૂજારીને પારખી જનાર મહિલાઓ મંદિર જવાનું ટાળતી હતી
પૂજારીની દાનત પારખી જનાર મોટાભાગની સ્ત્રીઓ, પોતાની પુત્રીઓ સાથે મંદિરમાં પૂજા કરવા જવાનું ટાળતી હતી. ગૌરીવ્રતમાં કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ બીજા પૂજારીને સાથે રાખીને પૂજા કરવા જતી ત્યારે જોરથી લાઉડ સ્પીકર વગાડી વિક્ષેપ ઊભો કરતો હતો

લંપટગીરી : પૂજારીના સોશિયલ મીડિયામાં 11 જેટલાં એકાઉન્ટ હતાં
ટેક્નોલોજીમાં પારંગત એવા વયોવૃદ્ધ લંપટ પૂજારી પાસે મોબાઈલ, લેપટોપ અને વેબકેમેરા હતા. તેનાં 11 જેટલાં ફેસબુક એકાઉન્ટ છે, જેના પર તેણે કેટલીક મહિલાઓ સાથે પોતાના ફોટા પડાવીને અપલોડ કર્યા છે. નોંધનીય બાબત તો એ છે કે, તેમાંના 8થી 9 એફબી એકાઉન્ટ થોડાં સમય પહેલાં જ તેણે બ્લોક કરી દીધાં હતા.

અન્ય સમાચારો પણ છે...